કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાયો, આવ્યો ફાગણીયો રૂડો ફાગણીયો….

વાહ રે કુદરત તારી કરામત ? જ્યાં કુદરતની મન મૂકીને મહેરબાની વરસી હોય ત્યાં પૂછવુ જ શું રહ્યું. શિયાળો પોતાને પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો હોય અને ઉનાળાનો પ્રસ્થાન થતું હોય છે. ત્યારે કુદરતી પ્રકૃતિ ધીરે ધીરે પોતાનું સ્વરૂપ બદલતી હોય છે. આમ, ધરતી પરનો સૌંદર્ય ગણાતો અને ઉનાળીને ઋતુનો શરૂઆતમાં શણગાર એટલે ‘કેસુડો’ કેસુડાના ઝાડ ઉપર કેસુડાના ફૂલ ફુટી નીકળ્યા હોય ત્યારે તેને માણવા માટે માનવ હૃદય ખૂબ હરખાઈ જાય છે.

કવિ સુંદરમ્ની કડીઓ વિચારીએ તો ‘મને ફાગણનું એક ફૂલ આપો…. બોલે ઝીણા મોર…..’ મહિલાઓ માટે પણ ’અલી તારૂં હૈયું કેસુડાનુ ફૂલ’ એવો સુંદર ભાવ વ્યક્ત થઇ શકે છે.

કેસરી રંગના સૌંદર્ય થી પ્રકૃતિને શોભાવી રહેલ કેસુડાના ફૂલ અતિ સુંદર લાગી રહ્યા છે. હોળીના તહેવારોમાં કેસુડાના ફૂલોનો રસ શરીર પર લગાડવામાં આવે અને તેનાથી નહાવામાં આવે તો ચામડીના રોગો પણ થતા અટકે છે અને શરીરનો વાન પણ ઘઉં વર્ણો બને છે. કેસુડાના વૃક્ષના પાનમાંથી પડીયા પતરાળા જેવા કુદરતી થાળી – વાડકી બનાવી તેનો ઉપયોગ કરી શકાય છે.

ફાગણ મહિનો અને હોળીના તહેવારોનું ધરતી પરનું ખૂબ રમણીય વૃક્ષ એટલે કેસૂડો ખરેખર કેસૂડાના ફૂલ વિશે ઘણા બધા મંતવ્યો રજૂ કરી શકાય છે.