કેસરિયાજી દશામાં કોલેજ ઑફ નર્સિંગ ખાતે ઝાલોદ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરાઈ

દાહોદ, સમગ્ર દેશમા 19 જૂનના રોજ સિક્લસેલ દિવસ તરીકે ઉજવવામા આવેલ હતો . ત્યારે કેશરીયાજી દશામાં કોલેજ ઓફ નર્સિંગ ખાતે પણ ઝાલોદ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ સિકલસેલ એનીમિયા નિર્મૂલન મિશન અંતર્ગત ડો. જયદીપ વસૈયા (આયુષ મેડીકલ ઓફિસર – Phc ધાવડીયા) ડો.પ્રિતેશ પટેલ (Rbsk મેડીકલ ઓફિસર ઝાલોદ) દ્વારા સિકલ સેલ એનીમિયાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમજ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી અંકુર પટેલ દ્વારા સિકલસેલ એનિમિયાના લાભાર્થીઓને મળવાપાત્ર સહાય ની માહિત આપેલ હતી. સમગ્ર કાર્યક્રમની તાલુકા આરોગ્ય અધિકારી ડો. તુષાર ભાભોર દ્વારા આરોગ્ય વિભાગ અને ટ્રાઈબલ વિભાગ દ્રારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તથા સર્વે વિદ્યાર્થિ તથા સ્ટાફ મીત્રોના સીકલસેલના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોલેજના પ્રમુખ મુકેશભાઈ ડામોર તથા કોલેજના પ્રિન્સીપાલ ટ્વિન્કલબેનનીસરતા તેમજ સંસ્થાના અન્ય સ્ટાફ મિત્રોએ સિકલસેલ એનિમિયાના આનુવંશિક રોગને જળમૂળથી સમાપ્ત કરવા માટે સૌ પ્રથમ પોતે જાગૃત થઈ અને સામાન્ય લોકો તથા સિકલસેલ એનિમિયાના લાભાર્થીઓને સિકલસેલની માહિતી આપતા પોસ્ટર દ્વારા લોકોને સિકલસેલ એનિમિયાની વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કરવા, સિકલસેલના ટેસ્ટિંગ, તેની લેવામાં આવતી સારવાર તેમજ લોકોમાં એના વિશે વધુમાં વધુ જાગૃતિ આવે અને સિકલસેલ એનિમિયા નિર્મુલન મિશનમાં પોતાનો સહયોગ આપશે એ વિશે વિસ્તૃત ચર્ચા કરેલ હતી.