મહેસાણા,મહેસાણા જિલ્લામાં કેસર કેરીનો મહોત્સવ જામ્યો છે. શહેરના ખેડૂત કેન્દ્ર ખાતે કેસર મહોત્સવનું આયોજન કરવમાં આવ્યું છે. જેમાં માત્ર ૧૦ દિવસમાં ૧૬ ટન કેરીનું વેચાણ નોંધાયું છે. જે તાલાલા ગિરની કેસર કેરીનું મહેસાણા ગ્રાહકોને સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના ખેડૂતો વચેતિયા વગર કેરી વેચાણ માટે મહેસાણા આવી પહોંચ્યા હતા. ખેડૂતોની આવક બમણી કરવાના આશ્રય સાથે આંતર જિલ્લા પાકોના વેચાણને એક સફળતા મળી છે. જેમાં પ્રાકૃતિક કેરીની ખરીદી માટે વિશ્ર્વાસ પાત્ર સ્થળ મળતા મહેસાણા વાસીઓની માગ વધી છે.
મહેસાણા જિલ્લામાં ઉનાળાની સીઝન દરમિયાન કેરીના રસિકોને ચાલુ વર્ષે પ્રાકૃતિક કેરીની લિજ્જત માણવા મળે માટે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ખેડૂત તાલીમ કેન્દ્રમાં કેસર મહોત્સવ ૨૦૨૩નું આયોજન કરાયું હતું. આ મહોત્સવ દરમિયાન તલાલા ગિરની પ્રાકૃતિક રીતે ઉત્પાદન થયેલી કેરી લઈ ખેડૂતો મહેસાણા આવી પહોંચ્યા હતા. ખેડૂતોને પોતાની કેરીનું સીધું જ ગ્રહકો સુધી વેચાણ કરવા મળે માટે એક પ્લેટફોર્મ મળ્યું હતું. જેને પગલે માત્ર ૧૦ દિવસમાં ૧૬ ટન પ્રાકૃતિક કેસર કેરીનું કેસર મહોત્સવમાં વેચાણ કરાયું હતું. આ મહોત્સવમાં પ્રમાણિત કરેલ જીઆઈ ટેગ ૧૮૫ વાળી કેસર કેરીનું વેચાણ કરવામાં આવ્યું છે જેથી ગ્રાહકોને શુદ્ધ કેમિકલ કે કાર્બન વગરની કેરી ખાવા મળે અને ખેડૂતોને સીધી અવાક મળતા તેમની આવકમાં વધારો થાય તેવો પ્રયાસ કરાયો છે.