કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન બુધવારે રામ મંદિર પહોંચ્યા અને ભગવાન રામ સમક્ષ માથું નમાવ્યું. કેરળ રાજભવને ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું કે રાજ્યપાલે રામ મંદિરની મુલાકાત લીધી અને ભગવાન રામના દર્શન કર્યા. રાજ્યપાલે પત્રકારોને જણાવ્યું હતું કે, હું જાન્યુઆરીમાં બે વખત અયોધ્યા આવ્યો હતો, જે લાગણી તે સમયે હતી તે આજે પણ છે. હું ઘણી વખત અયોધ્યા આવ્યો છું. તે અમારા માટે માત્ર ખુશીની વાત નથી, પરંતુ તે એક આનંદની વાત છે. ગર્વની વાત છે કે અયોધ્યા શ્રી રામ આવી રહ્યા છે અને તેમની પૂજા કરવામાં આવી રહી છે.
આ વીડિયો કેરળના રાજ્યપાલના સત્તાવાર એક્સ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તે વીડિયોમાં રાજ્યપાલ આરિફ ખાન રામ લલ્લાની પ્રતિમા સામે માથું નમાવતા જોઈ શકાય છે. ત્યાં ’જય શ્રી રામ’ના નારા સંભળાય છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન બુધવારે ભગવાન રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા. મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પર અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
અયોધ્યા પહોંચીને રાજ્યપાલ આરિફ ખાને વધુમાં કહ્યું કે હું ઘણી વખત અયોધ્યા ગયો છું અને હું અયોધ્યા નો પાડોશી છું. હું ભૂતકાળમાં પણ અહી ઘણો આવ્યો છું, તે અમારા માટે આનંદની વાત નથી પણ ગર્વની વાત છે. હું ૨૨મી જાન્યુઆરી પહેલા અહીં આવ્યો હતો અને હવે ૨૨મી જાન્યુઆરી પછી આવ્યો છું, આજે માત્ર ભગવાન રામલલાના દર્શન કરવા આવ્યો છું. તમને જણાવી દઈએ કે અયોયાના પડોશી જિલ્લો બહરાઈચ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનો ચૂંટણી ક્ષેત્ર છે.