કેરળમાં મોદીની સુરક્ષા માટે લગાવવામાં આવેલા દોરડામાં ફસાઈ જતાં બાઇક સવારનું મોત

તિરૂવનંતપુરમ, કેરળના કોચીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત માટે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે બાંધવામાં આવેલા દોરડામાં ફસાઈ જવાથી એક બાઇક સવારનું મોત થયું હતું. પોલીસે સોમવારે આ જાણકારી આપી. રવિવારે રાત્રે ૧૦.૩૦ કલાકે બનેલા આ અકસ્માતમાં વડુથલાના રહેવાસી મનોજ ઉન્નીનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે ઉન્નીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી શકાયો નહોતો.

ઉન્નીના પરિવારનું કહેવું છે કે કોઈ પણ ચેતવણી વગર રસ્તા પર દોરડું બાંધી દેવામાં આવ્યું હતું અને રાત્રે દોરડું જોવું ખૂબ જ મુશ્કેલ હતું. મૃતકના એક સંબંધીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “વડાપ્રધાનની મુલાકાત માટે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે દોરડું બાંધવામાં આવ્યું હતું. ન તો કોઈ રિબન બાંધવામાં આવી હતી કે ન તો દોરડું રાત્રે દેખાય તે માટે કોઈ નિશાની મૂકવામાં આવી હતી.

કેરળમાં ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદી આજે બે જાહેરસભાઓને સંબોધી હતીે. પ્રથમ અલાથુર સવારે ૧૧ વાગ્યે અને બીજી અટિંગલ બપોરે ૨ વાગ્યે સભાને સંબોધન કર્યું હતું પીએમ મોદીની કેરળની આ છઠ્ઠી મુલાકાત છે