કેન્યામાં ભારે વિરોધને જોતા સરકારે કેટલાક વિવાદાસ્પદ ટેક્સને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. સાલ ૨૦૨૨માં રાષ્ટ્રપતિ બન્યા બાદ વિલિયમ રૂટોએ દેશની આથક સ્થિતિને પાટા પર લાવવા માટે મહત્ત્વના સુધારો કર્યા હતા. આ માટે એક્ટ ૨૦૨૩ પસાર કરાયો હતો. આ કાયદામાં બ્રેડ પર પણ ૧૬% ટેક્સ લાદવાની જોગવાઈ કરાઈ હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ફૂડ ઑઇલ, મોબાઇલ મની સવસ અને વાહનો પર ભારે ટેક્સ લાદવામાં આવશે. પરંતુ કેન્યાના લોકોને સરકારના સુધારા સ્હેજ પણ પસંદ ન આવ્યા. હવે સરકારના આ પગલાં વિરુદ્ધ લાંબા સમયથી હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. જેને યાનમાં લેતા સરકારે હવે કેટલાક પ્રસ્તાવો પાછા ખેંચવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે કેન્યા દેવાના બોજ તળે દબાયેલું છે. હાલમાં તેના પર ૮૦ અબજ ડોલરનું દેવું છે. દેશની અર્થવ્યવસ્થા દિવસે ને દિવસે કફોડી બની રહી છે. વધતી જતી મોંઘવારીના કારણે લોકો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. દેશની આથક સ્થિતિ સુધારવા માટે રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોની સરકાર પર ભારે દબાણ છે. સરકારે તેની આવક વધારવા માટે નવા કર લાદ્યા છે. જો કે, જનતા તેના વિરોધમાં છેલ્લા એક વર્ષથી કેન્યાના રસ્તાઓ દેખાવ કરી રહી છે. દરરોજ પોલીસ અને લોકો વચ્ચે અથડામણ થઈ રહી છે.
વિવાદાસ્પદ ટેક્સ એક્ટ ૨૦૨૩ની જોગવાઈએ સૌથી વધુ દેશમાં હંગામો મચાવ્યો છે. તેના બ્રેડ પર ૧૬ ટકા ટેક્સ લાદવાની દરખાસ્ત છે. લોકોનું કહેવું છે કે આ ભારે ટેક્સ લાગુ થતાં જ લોકો ભૂખે મરી જશે. કેન્યામાં કોસ્ટ ઑફ લિવિંગ પહેલેથી જ ખૂબ ઊંચી છે. આવી સ્થિતિમાં બ્રેડ પર ૧૬ ટકા ટેક્સ લગાવવો યોગ્ય નથી. આ સિવાય પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સનો દર પણ બમણો કરીને ૧૬% કરવામાં આવ્યો છે. ખાદ્યતેલો પર પણ ટેક્સમાં મોટો વધારો થયો છે.
ઈકો ટેક્સના નામે પ્લાસ્ટિક પેકિંગ મટિરિયલ, પ્લાસ્ટિક અને ટાયર પર પણ ટેક્સ વધાર્યો છે. આ સિવાય નેપકિન્સ, સેનિટરી ટુવાલ અને કોમ્પ્યુટર અને મોબાઈલ પરના ટેક્સના દરમાં થયેલા જંગી વધારાથી લોકો રોષે ભરાયા છે. સામાન્ય લોકોની સાથે સાથે કેન્યાના વિરોધ પક્ષો પણ સરકારના ટેક્સ એક્ટ ૨૦૨૩નો વિરોધ કરી રહ્યા છે. લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. સૌથી વધારે હિંસક દેખાવ રાજધાની નૈરોબીમાં થયા છે. હાલમાં જ નૈરોબીમાં પ્રદર્શનકારીઓને વિખેરવા પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા હતા. જેમાં લગભગ ૨૦૦ લોકોની અટકાયત કરાઈ હતી.