કેન્યા, આફ્રિકન દેશ કેન્યામાં ભારે વરસાદ અને પૂરને લીધે ત્યાંની સ્થિતિ ખૂબ કપરી છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૩ લોકોનાં મોત થયા છે. જ્યારે ૧૫ હજારથી વધુ લોકો બેઘર બન્યા છે. શહેરો અને ગામડાઓ વરસાદી પાણીમાં ડૂબી ગયા છે. રસ્તાઓ અને રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.
વિસ્થાપિત થયા છે. રસ્તાઓ, શેરીઓ અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાએ વાહનો અને લોકો પૂરમાં ફસાયા છે. ઘણા લોકો સુધી રાહત પણ પહોંચી નથી. જીવન અવ્યવસ્થિત બની ગયું છે. હવામાન શાસ્ત્રીઓ એ જૂન સુધી વધુ વરસાદની આગાહી કરી છે.
કેન્યા રેડ ક્રોસ સોસાયટીને ટાંકીને યુએન ઓફિસ ફોર ધ કો ઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સે ગુરુવારે જણાવ્યું હતું કે લગભગ ૨૦,૦૦૦ લોકો વરસાદથી પ્રભાવિત થયા છે. આમાં માર્ચના મધ્યથી સમગ્ર દેશમાં ભારે વરસાદ અને અચાનક પૂરને કારણે વિસ્થાપિત થયેલા લગભગ ૧૫,૦૦૦ લોકોનો સમાવેશ થાય છે. આ પૂર્વ આફ્રિકન દેશમાં છેલ્લી વરસાદની સિઝનમાં પૂરને કારણે હજારો લોકોનાં મોત થયા હતા.
કેન્યા રેડ ક્રોસ સોસાયટીએ જણાવ્યું હતું કે પૂરના કારણે દેશના બાકીના ભાગોમાંથી પાંચ મુખ્ય રસ્તાઓ કપાઈ ગયા હતા, જેમાં ઉત્તરી કેન્યાના ગેરિસા રોડનો સમાવેશ થાય છે જ્યાં મંગળવારે ૫૧ મુસાફરોને લઈ જતી બસ ધોવાઈ ગઈ હતી. તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. કેન્યાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ લામુ, તાના નદી અને ગેરિસા કાઉન્ટીઓના રહેવાસીઓને પૂરની ચેતવણી જારી કરી છે, તેમને સ્થળાંતર કરવા વિનંતી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એપ્રિલના અંત સુધીમાં વરસાદની મોસમ ચરમસીમાએ પહોંચશે અને જૂનમાં વરસાદ ઓછો થવાનું શરૂ થશે.