કેનેડાનો વધુ એક મોટો નિર્ણય:માતા-પિતા અને દાદા-દાદીની પર્મેનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપને અટકાવી, ઇમિગ્રેશન મિનિસ્ટરે નિર્દેશ જાહેર કર્યો

કેનેડાએ હાલના કેસોના બેકલોગને સાફ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે માતા-પિતા અને દાદા-દાદીની પર્મેનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ સ્વીકારવાનું અસ્થાયી રૂપે અટકાવ્યું છે. ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે નિર્દેશ જાહેર કર્યો છે.

કેનેડા ગેઝેટમાં પ્રકાશિત થયેલો નિર્દેશ મુજબ, ફેમિલી રી-યુનિયન માટે સરકારની પ્રતિબદ્ધતાને દેખાડે છે, પરંતુ ગયા વર્ષે સબ્મિટ કરવામાં આવેલી અરજીઓની પ્રક્રિયાને પ્રાથમિકતા આપે છે. મિલરે નોંધ્યું હતું કે આ નિર્ણય સરકારના વ્યાપક ઇમિગ્રેશન લક્ષ્યો સાથે સમાંતર છે.

કામગીરીને ફરી વ્યવસ્થિત કરવા માટે અન્ય ઇમિગ્રેશન સ્ટ્રીમ્સમાં પણ નવી સ્પોન્સરશિપને અટકાવી છે. એના ઇમિગ્રેશન સ્તરની યોજનાના ભાગ રૂપે, જે આગામી ત્રણ વર્ષમાં એકંદર વપરાશમાં ઘટાડો કરવાનો ટાર્ગેટ રહેશે. સરકાર આ વર્ષે ફેમિલી રી-યુનિયન પ્રોગ્રામથી સબ્મિટ કરવામાં આવેલી 15,000 જેટલી અરજીઓને સ્વીકારવાનો ટાર્ગેટ રાખ્યો છે.

પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ-પેરેન્ટ્સ પ્રોગ્રામ હેઠળ, 20,500 અરજી સ્વીકારવાના ટાર્ગેટ સાથે, 2024માં 35,700 રેન્ડમલી પસંદ કરાયેલા લોકોને અરજીઓ સબ્મિટ કરવા માટે આમંત્રિત કર્યા હતા. મિલરે રજૂ કરેલા ઇમિગ્રેશન પર સંસદમાં 2024ના એન્યુઅલ રિપોર્ટ મુજબ, 2023ના અંત સુધીમાં ઇન્વેન્ટરીમાં 40,000થી વધુ માતા-પિતા અને દાદા-દાદીની પર્મેનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપ હતી.એ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્પોન્સરશિપ એપ્લિકેશન માટે સરેરાશ પ્રક્રિયા સમય 24 મહિનાનો હતો.