કેનેડામાં ભારતીય શીખ મહિલાની ગોળી મારીને હત્યા, ટાર્ગેટ કિલીંગનો કેસ હોવાનું પોલીસનું અનુમાન

ટોરોન્ટો,

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ૨૧ વર્ષીય કેનેડિયન-શીખ મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ માહિતી આપી હતી. તે ‘ટાર્ગેટેડ’ કિલિંગનો કેસ હોવાનું જણાય છે. પીલ્સ પ્રાદેશિક પોલીસ દ્વારા રવિવારે જાહેર કરાયેલી મીડિયા માહિતી અનુસાર, પીડિતા, જેની ઓળખ બ્રામ્પટનની પવનપ્રીત કૌર તરીકે કરવામાં આવી છે. શનિવારે રાત્રે ઓન્ટારિયોના મિસીસૌગા શહેરમાં એક અજાણ્યા હુમલાખોરે આ મહિલાની ગોળી મારીને હત્યા નિપજાવી હતી.

ટોરોન્ટો સન અખબાર અનુસાર, કૌરને ગેસ સ્ટેશનની બહાર ગોળી વાગી હતી.એક અખબારી યાદીમાં જણાવાયું છે કે પોલીસને આશરે ૧૦:૩૯ વાગ્યે એક મહિલાને ગોળી મારવામાં આવી હોવાનો ફોન આવ્યો હતો. તેણીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પીડિતાએ તેણીની ઇજાઓને કારણે દમ તોડી દીધો હતો.

પોલીસ તેને “ટાર્ગેટેડ” ઘટના માની રહી છે. ડ્યુટી-ઇન્સ્પેક્ટર ટિમ નાગટેગલને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે કૌરને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવી હતી. બાદમાં શંકાસ્પદ વિશે થોડી માહિતી આપવામાં આવી હતી.

નાગતેગલે કહ્યું, “અમે આ સમયે શંકાસ્પદ આરોપીઓની પાછળ રહીને ઓળખવામાં સક્ષમ નથી. ગુનેગાર, જેણે ઘેરા રંગના કપડાં પહેરેલા હતા, તે ઘટનાસ્થળેથી ભાગતો જોવા મળ્યો હતો. ટોરોન્ટો સન અખબારમાં એક પ્રત્યક્ષદર્શી કાર્મેલા સેન્ડોવલે જણાવ્યું હતું કે, “અમે તેણીને ચપીડિતાૃ પડતા જોયા અને પછી અચાનક બંદૂકધારીએ તેના માથા પર બંદૂક તાકી.”

કેનેડિયન પ્રાંત બ્રિટિશ કોલંબિયામાં એક હાઈસ્કૂલના પાકગમાં ભારતીય મૂળની કિશોર મહેકપ્રીત સેઠીને અન્ય એક કિશોરે છરીના ઘા મારીને હત્યા કર્યા બાદ આ ઘટના બની હતી.

કેનેડામાં આ વર્ષે બનેલી ક્રાઇમની ઘટનાઓ

ફેબ્રુઆરી ૨૦૨૨- ગ્રેટર ટોરંટોના ૬ હિંદુ મંદિરોમાં ચોરી થઈ. જેના કારણે સ્થાનિક હિંદુ સમુદાય ખૂબ ચિંતત હતો.

માર્ચ ૨૦૨૨- પંજાબના કપૂરથલાની ૨૫ વર્ષીય હરમનદીપ કૌરની હત્યા કરી હતી.

એપ્રિલ ૨૦૨૨- ગાઝિયાબાદના રહેવાસી ૨૧ વર્ષીય વિદ્યાર્થી કાતક વાસુદેવની કેનેડાના ટોરંટોમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ.

જુલાઈ ૨૦૨૨-કેનેડાના ઓંટારિયોમાં રિચમંડ હિલ સિટીના યોન્ગ સ્ટ્રીટ અને ગાર્ડન એવન્યુ વિસ્તારમાં સ્થિત વિષ્ણુ મંદિરમાં લાગેલી મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી દેવાઈ.

ઓગસ્ટ ૨૦૨૨- ટોરંટોના ઉપનગરીય વિસ્તારમાં ત્રણ હથિયારધારી લોકોએ પંજાબી મીડિયા હોસ્ટ જોતી સિંહ માન પર હુમલો કર્યો હતો.

સપ્ટેમ્બર ૨૦૨૨-ટોરંટો સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં દીવાલ પર ખાલિસ્તાન સમથક સૂત્રો પણ લખેલા હતા.