દાહોદ,આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ. અને અન્ય કેન્દ્રિય સેવાઓના ટ્રેઈની અધિકારીઓની લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમીનીસ્ટ્રેશન મસુરી દ્વારા તાલીમનુ આયોજન કરવામાં આવેલ છે. જે આગામી તા.27 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર દરમિયાન દાહોદ જિલ્લામાં તાલીમ યોજાનાર હોય 14 ટ્રેઈની અધિકારીઓ દાહોદ જિલ્લામાં મુલાકાતે છે. ત્યારે દાહોદ જિલ્લા કલેકટર ડો.હર્ષિત ગોસાવીના અઘ્યક્ષ સ્થાને જિલ્લા સેવાસદન હોલ ખાતે તાલીમી અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટ્રેઈની અધિકારીઓને જિલ્લાની પ્રા.વિભાગવાર માહિતીથી અવગત કરાયા હતા. જેમાં જિલ્લાના કેટલાક તાલુકાઓ, દાહોદ જિલ્લાનો ઈતિહાસ, શિક્ષણ, હેલ્થ, પોષણ, ખેતી, અંતર્ગત ચાલતી યોજનાઓની વિગતવાર માહિતુ પુરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં ચાલતી સંજીવની દુધ યોજના, પોષણ સુધા યોજના, સુજલામ સુફલામ યોજના, પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા યોજના, પ્રધાનમંત્રી આવાસ, સ્વચ્છ ભારત મિશન યોજના, ગોબર ધન યોજના, પ્રધાનમંત્રી સિંચાઈ યોજના સહિત વિવિધ યોજનાઓની વિગતવાર માહિતીથી અવગત કરાયા હતા. જિલ્લામાં સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહેલ વિવિધ પ્રોજેકટ વિશે જાણકારી આપવામાં આવી હતી અને સાથે સ્વાગત કાર્યક્રમ વિશે જાણકારી આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં તાલીમી ઓફિસર્સ, ફિલ્ડ સ્ટડી એન્ડ રિસર્ચ પ્રોસેસ અંતર્ગત આદિજાતીઓની જીવનશૈલી અને આજીવિકા વિષય પર અભ્યાસ કરશે. આ તાલીમી અધિકારીઓ તા.3જી સપ્ટેમ્બર દરમિયાન નિરીક્ષણ, અભ્યાસ સાથે વિવિધ સ્થળોની મુલાકાત લેશે.