કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • ઔધોગિક તાલીમ સંસ્થા ગોધરા અને કાલોલ ખાતે યોજાયો કાર્યક્રમ.

ગોધરા, લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધે તેમજ લોકશાહીના આ મહાપર્વમાં વધુને વધુ મતદારો મતદાન કરે તે માટે ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યુરો, ગોધરા દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગોધરા અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા, કાલોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ગીત નાટક, પ્રશ્ર્ન મંચ સ્પર્ધા, મતદાર જાગૃતિ શપથ અને મતદાર માર્ગદર્શિકા પત્રિકા વિતરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોધરા આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલ દિનેશ વરમોરાએ યુવાનોને મતદાન વિશે વિસ્તૃત માહિતી આપી. આ લોકશાહીના પર્વને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો. મતદાર જાગૃતિ પ્રશ્ર્ન મંચ સ્પર્ધામાં વિજયી સ્પર્ધાકોને કેન્દ્રીય સંચાર બ્યૂરો, ગોધરા દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય સંચાર બ્યુરો, ગોધરા દ્વારા વોટર હેલ્પલાઇન એપ વિશે યુવાનોને જાણકારી આપી હતી. કાલોલ આઈ.ટી.આઈ.માં યોજાયેલ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ફોરમેન ગોહિલે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.