
કર્ણાટકમાં બીજેપી નેતાની કાર સાથે મોટો અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. બેંગલુરુ નોર્થ સીટ પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી શોભા કરંદલાજેની કાર અકસ્માતનું કારણ બની છે. એક ૬૨ વર્ષીય વ્યક્તિનું કાર અકસ્માતમાં મોત થયું છે. આ વાહનનો ઉપયોગ તેમના ચૂંટણી પ્રચારમાં કરવામાં આવ્યો હતો. બેંગલુરુ ઈસ્ટ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત માટે જવાબદાર કાર ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ચાલો જાણીએ આખો મામલો.
બેંગલુરુ ઈસ્ટ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે પ્રચાર કરી રહી હતી, તે પોતાની ફોર્ચ્યુનર કારમાંથી નીચે ઉતરી અને ચૂંટણી પ્રચાર માટે શેરીમાં ગઈ. આ પછી, થોડીવાર કારમાં બેઠા પછી, ડ્રાઇવરે અચાનક દરવાજો ખોલ્યો. ૬૨ વર્ષીય પ્રકાશ હોન્ડા એક્ટિવા પર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક દરવાજો ખૂલવાથી તે કારના દરવાજા સાથે અથડાઈને નીચે પડી ગયો હતો. તેની પાછળથી આવતી એક ખાનગી બસ પ્રકાશને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.