કેન્દ્રીય મંત્રીનો યુપીએસસી અધ્યક્ષને પત્ર, સીધી ભરતીની જાહેરાત રદ કરવા જણાવ્યું

કેન્દ્રીય કર્મચારી મંત્રી જિતેન્દ્ર સિંહે યુપીએસસીના અધ્યક્ષને પત્ર લખ્યો છે. મંત્રીએ યુપીએસસીને સીધી ભરતી (લેટરલ એન્ટ્રી) સંબંધિત જાહેરાત રદ કરવા જણાવ્યું છે. જિતેન્દ્ર સિંહે પત્રમાં કહ્યું છે કે સૈદ્ધાંતિક રીતે સીધી ભરતીના ખ્યાલને ૨૦૦૫માં રચાયેલા વહીવટી સુધારણા કમિશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ વીરપ્પા મોઈલીએ કર્યું હતું. જો કે, લેટરલ એન્ટ્રીને લઈને ઘણા હાઈ-પ્રોફાઈલ કેસો સામે આવ્યા છે.

કેન્દ્રીય મંત્રીએ યુપીએસસી અયક્ષને લખેલા પત્રમાં આ દલીલો કરી હતી ૧. ૨૦૦૫ માં, વીરપ્પા મોઇલીની આગેવાની હેઠળના બીજા વહીવટી સુધારણા પંચે લેટરલ એન્ટ્રીની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. ૨૦૧૩માં છઠ્ઠા પગાર પંચની ભલામણો પણ આ જ દિશામાં હતી. જો કે, પહેલા અને ત્યારથી લેટરલ એન્ટ્રીના ઘણા હાઈપ્રોફાઈલ કેસ નોંધાયા છે. ૨. અગાઉની સરકારોમાં, વિવિધ મંત્રાલયોના સચિવો,યુઆઇડીએઆઇનું નેતૃત્વ જેવા મહત્વના પદો પર નિમણૂક માટે આરક્ષણ વિના લેટરલ એન્ટ્રી ધરાવતા લોકોને તકો આપવામાં આવી હતી.

૩. તે પણ જાણીતું છે કે ’બદનામ’ રાષ્ટ્રીય સલાહકાર પરિષદના સભ્યો એક સુપર બ્યુરોક્રેસી ચલાવતા હતા જે વડા પ્રધાનના કાર્યાલયને નિયંત્રિત કરતી હતી. ૪. ૨૦૧૪ પહેલા, મોટાભાગની લેટરલ એન્ટ્રીની ભરતી કોન્ટ્રાક્ટના આધારે કરવામાં આવતી હતી, જ્યારે અમારી સરકારે આ પ્રક્રિયા સંસ્થાકીય, ખુલ્લી અને પારદર્શક રહે તે સુનિશ્ર્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે. ૫. વડાપ્રધાન ભારપૂર્વક માને છે કે લેટરલ એન્ટ્રીની પ્રક્રિયા બંધારણમાં ઉલ્લેખિત સમાનતા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો સાથે સુસંગત હોવી જોઈએ, ખાસ કરીને અનામતની જોગવાઈઓના સંદર્ભમાં.

નોંધનીય છે કે યુનિયન પબ્લિક સવસ કમિશને તાજેતરમાં કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં લેટરલ એન્ટ્રી દ્વારા સંયુક્ત સચિવો, નિર્દેશકો અને નાયબ સચિવોની ૪૫ જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત બહાર પાડી હતી. જેનો કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોએ વિરોધ કર્યો હતો. વિપક્ષનો આરોપ છે કે તે ઓબીસી, એસસી અને એસટી માટે અનામતને બાયપાસ કરે છે.

જો કે, સરકારી સૂત્રોએ દાવો કર્યો હતો કે લેટરલ એન્ટ્રીનો ખ્યાલ સૌપ્રથમ કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો જે વિરોધનો વજ ઉઠાવી રહી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીની આગેવાની હેઠળના સેકન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન દ્વારા તેને મજબૂત સમર્થન આપવામાં આવ્યું હતું.

છઇઝ્રને ભારતીય વહીવટી તંત્રને વધુ અસરકારક, પારદર્શક અને નાગરિક મૈત્રીપૂર્ણ બનાવવા માટે સુધારાની ભલામણ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. મોઇલીની અધ્યક્ષતાવાળી બીજી છઇઝ્રની રચના ભારતીય વહીવટી તંત્રની અસરકારક્તા, પારદશતા અને નાગરિક-મિત્રતા વધારવા માટે સુધારાની ભલામણ કરવા માટે કરવામાં આવી હતી. ’કર્મચારી વહીવટનું નવીકરણ – નવી ઊંચાઈ સુધી પહોંચવું’ શીર્ષક હેઠળના તેના ૧૦મા અહેવાલમાં, કમિશને નાગરિક સેવાઓમાં કર્મચારીઓના સંચાલનમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેની મુખ્ય ભલામણોમાંની એક ઉચ્ચ સરકારી હોદ્દા પર લેટરલ એન્ટ્રી દાખલ કરવાની હતી, જેમાં વિશેષ જ્ઞાન અને કૌશલ્યની જરૂર હોય છે.