કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિહ સહિત ૨૩ લોકો ને કોર્ટમાથી રાહત મળી

મુજફફરપુર,કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિહને કોર્ટે મોટી રાહત આપી હતી. ૨૦૧૪ માં બિહારને વિશેષ રાજ્યનો દરરજો આપવાની માંગ સાથે ગિરિરાજ સિહ સહિત ઘણા નેતાઓએ રેલ રોકો આંદોલન કર્યુ હતુ. આ આંદોલન મુજ્જફરપુરમાં ટ્રેનને રોક્યા બાદ આરોપીમાં ગિરિરાજ સિહ અને અન્ય નેતાઓ વિરુદ્ધ કેસ દાખલ કવામાં આવ્યો હતો . પરંતુ બિહારના મુજફરપુરમાં એમપી એમએલએ કોર્ટે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિહ સહિત ૨૩ નેતાઓએ રાહત આપતા તેમને છોડી મુકવામાં આવ્યા છે. રેલ આંદોલના સમયે પોલીસે તેમની અટકાયત કરી તેમને સામે કેસ દાખલ કર્યો હતો. પરંતુ આ મામલે કોર્ટમાં કોઇ પુરાવા રજુ ના કરવામાં આવતા જેના લીધે કોર્ટે આ મામલે તમામ લોકોને બરી કરી દીધા છે.

મુજફરપુરની વિશેષ કોર્ટે ગિરિરાજ સિહ સહિત પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કુમાર શર્મા, વીણઆ દેવી, અરવિંદ સિહ, અંજુ રાની, દેવાંશુ કિશો, કમલેશ્ર્વર પર્સાદ, આશીષ સાહુ, શશિકુમાર સિહ, રિતેન્દ્ર કુમાર, દિનેશ કુમાર, ધિરેન્દ્ર પ્રસાદ મનીષ કુમાર, અવિનાશ સુમન કુમાર, રઘુ નંદન પ્રસાદ સિહ, મદન ચૌધરી, રામબાબુ રાય, ચંદન, ગીતા દેવી, રામસુરત રાય અન્યને બરી કરી દિધા છે.

જણાવી દઇએ કે, જ્યારે કોર્ટે નિર્ણય સંભળાવ્યો ત્યારે ગિરિરાજ સિહ કોર્ટમાં હાજર હતા. કોર્ટે ગિરિરાજ સિહને કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો . રાહુલ ગાંધી પર બીજેપીનો પલટવાર, રવિશંકર બોલ્યા- તેમણે ઓબીસીનુ અપમાન કર્યુંરાહુલ ગાંધી પર બીજેપીનો પલટવાર, રવિશંકર બોલ્યા- તેમણે ઓબીસીનુ અપમાન કર્યું સીનિયર એડવોકેટ અશોક કુમાર અને રાજવી કુમારે આમામલે જાણકારી આપી હતી. આ કેસ છેલ્લા ૯ વર્ષથી ચાલી રહ્યા હતો. પરંતુ આ મામલે પોલીસે કોઇ પુરાવા એકત્ર નહોતા કર્યા, ના કોઇના નિવદન આપી શક્યા. ત્યાર બાદ કોર્ટે પુરાવાના અભાવમાં તમામ આરોપીઓને છોડી મૂક્યા હતા.