કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની ચૌબેએ અબૂધાબીમાં નિર્માણ થઈ રહેલા મંદિરની મુલાકાત લીધી

કેન્દ્રીય મંત્રી ચૌબેએ અબુ ધાબીમાં શિલાપૂજન અને સેવા કરી હતી. BAPSનું મંદિર અબુ ધાબીમાં 55,000 ચોરસ મીટર જમીન પર બની રહ્યું છે.કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ યુએઈમાં તેમના રોકાણના ત્રીજા દિવસે અબુ ધાબીમાં નિર્માણ થઈ રહેલા પ્રથમ હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યાં તેણે સેવા કરી હતી.

વર્ષ 2018માં તેમની UAEની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “BAPS સ્વામિનારાયણ મંદિર” ની મુલાકાત લીધી હતી. આ મંદિરનો પાયો વર્ષ 2018માં નંખાયો હતો. મંદિરનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે.કેન્દ્રીય મંત્રી ચૌબેએ કહ્યું કે, મંદિર ભવ્ય અને દિવ્ય સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ ભારતની સભ્યતા અને સંસ્કૃતિની ઓળખ બનશે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ચૌબે સહિત ઈન્ડિયા પીપલ્સ ફોરમ દુબઈના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.