કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ માટે પૂર્વ-બજેટ પરામર્શ, જે નાણાં મંત્રાલયમાં ૧૯ જૂન, ૨૦૨૪થી શરૂ થયો હતો અને કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ૫ જુલાઈ, ૨૦૨૪નાં રોજ પૂર્ણ થયો હતો.
વ્યક્તિગત પરામર્શ દરમિયાન, ૧૦ હિતધારક જૂથોમાં ૧૨૦ થી વધુ આમંત્રિતો, જેમાં ખેડૂત સંગઠનોના નિષ્ણાતો અને કૃષિ અર્થશાીઓ અને પ્રતિનિધિઓ, ટ્રેડ યુનિયનો; શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર; રોજગાર અને કૌશલ્ય; એમએસએમઇ; વેપાર અને સેવાઓ; ઉદ્યોગ; અર્થ શાસ્ત્રીઓ ; નાણાકીય ક્ષેત્ર અને મૂડી બજારો; તેમજ માળખાગત સુવિધા, ઊર્જા અને શહેરી ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જેમણે આ બેઠકોમાં ભાગ લીધો હતો.
કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરી; નાણાં સચિવ અને સચિવ ખર્ચ, ડૉ. ટી. વી. સોમનાથન; આથક બાબતોનાં વિભાગનાં સચિવ અજય શેઠ; ડીઆઈપીએએમના સચિવ તુહિન કે. પાંડે; ડી/ઓ ફાઇનાન્સિયલ સવસીસના સચિવ વિવેક જોશી; સચિવ, મહેસૂલ વિભાગ, સંજય મલ્હોત્રા; આ બેઠકમાં કોર્પોરેટ બાબતોનાં મંત્રાલયનાં સચિવ મનોજ ગોવિલ, સંબંધિત મંત્રાલયોનાં સચિવો, મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્ર્વરન તથા નાણાં મંત્રાલય અને સંબંધિત મંત્રાલયોનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ચર્ચા વિચારણા દરમિયાન કેન્દ્રીય નાણાં મંત્રી સીતારામને મૂલ્યવાન સૂચનો વહેંચવા બદલ સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તથા નિષ્ણાતો અને પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે, કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ તૈયાર કરતી વખતે તેમનાં સૂચનોની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવશે અને તેના પર વિચાર કરવામાં આવશે.