- બંગાળ સરકાર તરફથી પ્રદેશનું નામ ત્રણેય ભાષાઓ બંગાળી, અંગ્રેજી અને હિંદીમાં બાંગ્લા કરવાનો પ્રસ્તાવ આવ્યો છે.
- ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવા ૧૫ ડિસેમ્બર,૨૦૧૮ એ અનાપત્તિ પ્રમાણપત્ર આપવામાં આવ્યું.
નવીદિલ્હી,
કેન્દ્રએ પાછલા પાંચ વર્ષોમાં અલ્હાબાદ સહિત સાત શહેર અને નગરોના નામ બદલવાની મંજૂરી આપી છે. અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ રાખવામાં આવ્યું છે. કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોક્સભામાં એક પ્રશ્ર્નના લેખિત ઉત્તરમાં આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પશ્ર્ચિમ બંગાળ સરકાર તરફથી પ્રદેશનું નામ ત્રણ ભાષાઓ બંગાળી, અંગ્રેજી અને હિન્દીમાં બાંગ્લા કરવાનો પ્રસ્તાવ આવ્યો છે.
નિત્યાનંદ રાયે કહ્યું કે ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવા ૧૫ ડિસેમ્બર,૨૦૧૮ એ અનાપત્તિ પ્રમાણપત્ર આપવામાં આવ્યું. તેના પ્રમાણે આંધ્રપ્રદેશના રાજમુંદરી શહેરનું નામ રાજા મહંદ્રવરમ કરવા, ઝારખંડમાં નગર ઉંટારીનું નામ શ્રી બંશીધર નગર કરવા પણ ૨૦૧૮ માં મંજૂરી આપવામાં આવી. મંત્રીએ જણાવ્યું કે મધ્યપ્રદેશના બીરસિંહપુર પાલીને માં બિરાસિની ધામ(૨૦૧૮), હોશંગાબાનું નામ નર્મદાપુરમ(૨૦૨૧) કરવા અને બાબઈનું નામ માખન નગર કરવાની(૨૦૨૧) મંજૂરી આપવામાં આવી. ૨૦૨૨ માં પંજાબના શહેરનું નામ શ્રી હરગોબિંદરપુરથી બદલીને શ્રી હરગોબિંદરપુર સાહિબ કરવામાં આવ્યું છે.
સરકારે લોક્સભાને જણાવ્યું કે પાછલા ત્રણ વર્ષમાં ૩,૯૨,૬૪૩ ભારતીયોએ પોતાની નાગરિક્તા છોડી દીધી તથા સૌથી વધુ ભારતીયોને અમેરિકાએ નાગરિક્તા આપી. લોક્સભામાં હાજી ફજલપુર રહમાનના પ્રશ્ર્વનો લેખિત ઉત્તરની સાથે ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા જાહેર આંકડાઓથી આ જાણકારી મળી છે. સદસ્યે વર્ષ ૨૦૧૯થી ચાલુ વર્ષ દરમિયાન નાગરિક્તા છોડનાર ભારતીયો વિશે જાણકારી માંગી હતી.
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય સદનમાં રજૂ કરેલા આંકડાઓ પ્રમાણે વર્ષ ૨૦૧૯ થી વર્ષ ૨૦૨૧ દરમિયાન નાગરિક્તા છોડનાર ભારતીયોની સંખ્યા ૩,૯૨,૬૪૩ હતી. જેમાં વર્ષ ૨૦૧૯ માં ૧,૪૪,૦૧૭ ભારતીયોએ નાગરિક્તા છોડી, જ્યારે વર્ષ ૨૦૨૦ માં ૮૫,૨૫૬ ભારતીયો અને વર્ષ ૨૦૨૧ માં ૧,૬૩,૩૭૦ ભારતીયોએ પોતાની નાગરિક્તા છોડી હતી.ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સઈદા અહમદે સમગ્ર દેશમાં શહેરોના નામ બદલવાની મંજૂરી મેળવવા, હેરિટેજ સ્થળોના નામ બદલવા માટે ગૃહ મંત્રાલય દ્વારા પ્રાપ્ત વિગતો અને દરખાસ્તોની સંખ્યાઅને સરકારે તેના માટેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે કે કેમ તે અંગે પ્રશ્ર્ન પૂછ્યો હતો. શ્રી રાયે જવાબ આપ્યો હતો કે એમએચએ પાસે હેરિટેજ સ્થાનોના નામ બદલવા માટે આવી કોઈ માર્ગદર્શિકા નથી.