કેન્દ્ર સરકારે ખુલ્લી અદાલતમાં બેનામી લો કેસની સુનાવણી માટે કરી અરજી, અમે વિચાર કરશું : સુપ્રીમ

નવીદિલ્હી,

બેનામી ટ્રાન્ઝેક્શન મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પુનઃવિચારની માંગ કરતી અરજી પર કેન્દ્ર સરકારે ઓપન કોર્ટમાં સુનાવણીની માંગ કરી છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પી એસ નરસિમ્હાની બેંચને આ મામલાને ધ્યાનમાં રાખીને ઓપન કોર્ટમાં પુનવચાર અરજી પર સુનાવણી કરવાની વિનંતી કરી હતી.

તેમણે કહ્યું હતું કે, ’આ નિર્ણયને કારણે, ઘણા આદેશો પસાર કરવામાં આવી રહ્યા છે જ્યારે બેનામી કાયદાની કેટલીક જોગવાઈઓને પડકારવામાં પણ આવી નથી.’ કેન્દ્રની અરજીના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે તેના પર વિચાર કરીશું.

ગયા વર્ષે ઓગસ્ટમાં સર્વોચ્ચ અદાલતે બેનામી કાયદાની કેટલીક જોગવાઈઓને રદબાતલ કરી હતી. આમાંની એક જોગવાઈ હેઠળ, અનામી વ્યવહારોમાં સંડોવણી મહત્તમ ત્રણ વર્ષની જેલની સજા અથવા દંડ અથવા બંને ને આકર્ષિત કરી શકે છે. સર્વોચ્ચ અદાલતે આ જોગવાઈને ગેરબંધારણીય ગણાવી હતી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ, ૧૯૮૮ની કલમ ૩(૨) અને કલમ ૫ અસ્પષ્ટ અને મનસ્વી છે.