કેન્દ્રીય સંચાર બ્યુરો ગોધરા દ્વારા ગોધરા તાલુકાના મહેલોલની શ્રી જી.ડી શાહ એન્ડ જે.આઈ પંડ્યા હાઇસ્કુલ ખાતે કેન્દ્ર સરકારની યોજનાઓ અને ઉત્કૃષ્ટ કાર્યક્રમ ઉપર વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ ભારે દબદબામાં ભેર સંપન્ન થયો આ કાર્યક્રમનો શુભારંભ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. શાળાની વિદ્યાર્થીઓનોએ સ્વાગત અભિનય રજૂ કરી અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં રૂપરેખા કેન્દ્રીય સંચાર બ્યુરો ગોધરાના પ્રમુખશ્રી સંજયભાઈ શાહે રજૂ કરી હતી. સ્વાગત પ્રવચન શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી ધર્મેન્દ્ર મહેતાએ કર્યું હતું,
તેમણે એક ભારત શ્રેષ્ઠ ભારત અને ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા બાબતે પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાના એકેડેમીક એડવાઈઝર અને જાણીતા સર્જક ડો.કુમાર જૈમિનિ શાસ્ત્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારત વિશે તથા છત્તીસગઢ અને ગુજરાતની સંસ્કૃતિના આદાન પ્રદાન, આગામી કારગિલ વિજય દિવસ નિમિત્તે પરમવીર યોદ્ધાઓના માર્ગે આગળ વધી દેશને મજબૂત બનાવવા તથા ભારતીય પરંપરાને ટકાવી રાખવા ભારત દેશના લોકો વધુ જાગૃત બને તે માટે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાયસીંગપુરા પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રકુમાર પરમારે પોતાના પ્રવચનમાં પર્યાવરણ બચાવો અને પર્યાવરણ બચે તો પૃથ્વી પરનું મનુષ્ય જીવન બચશે તે વિષય પર ભાર મૂકી જીવનમાં પર્યાવરણીય ખતરાઓને પહોંચી વળવા માણસે રાખવાની કાળજી વિશે જન જાગૃતિ વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે કાર્યક્રમ પૂર્વે, બેટી બચાવો, બેટી પઢાવો, મિશન લાઈફ, સ્વચ્છ ભારત અભિયાન, એક ભારત શ્રેષ્ઠ ભારત, પર્યાવરણ બચાવો અને કારગીલ વિજય દિવસ જેવા વિષયો ઉપર શ્રી જી.ડી શાહ એન્ડ જે.આઇ પંડ્યા હાઈસ્કૂલ મહેલોલના વિદ્યાર્થી માટે નિબંધ સ્પર્ધા તથા ગોધરા તાલુકાના રાયસીંગપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી બ્યુરો કચેરી દ્વારા મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ, બેટી બચાવો બેટી પઢાવો, મિશન લાઈફ, સ્વચ્છ ભારત અભિયાન, એક ભારત શ્રેષ્ઠ ભારત, કારગીલ વિજય દિવસ જેવા વિષયો ઉપર નામાંકિત કલાકારો દ્વારા ભવાઈ વેશ રજૂ કરીને જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સ્વચ્છતાના સપથ લેવડાવવામાં આવ્યા હતા.
તેમજ ઉપસ્થિત સૌને વિવિધ સરકારની વિવિધ યોજનાઓની જાગૃતિ લાવતા પોસ્ટર્સ અને કેલેન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષકશ્રી ભરતભાઈ પરમારે કર્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ શાળાના ઉપઆચાર્ય એન.કે.પટેલે કરી હતી. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો મહેશભાઈ પટેલ, એમ.ડી.પટેલ કેયુરીબેન પટેલ, જે.જે.પંચાલ સહિત તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.