કેન્દ્રની મોદી સરકાર અબજોપતિઓ માટે જ કામ કરે છે, રાહુલનો સરકાર પર ટોણો

નવીદિલ્હી, લોક્સભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ દરેક મોરચે લડી લેવાના મૂડમાં છે. કોઈ પણ વિષય કેમ ન હોય, દરેક વિષય પર વિપક્ષ હવે કેન્દ્ર સરકારને સવાલ કરે છે. કર્ણાટકમાં એક યોજનાના લોકાર્પણ અર્થે પહોંચેલા કોંગ્રેસના મોટાનેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ટોણો માર્યો હતો.

રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કહ્યું હતું કે, સરકારનો લક્ષ્યાંક મહિલ સશક્તિકરણનો છે. સમગ્ર કર્ણાટક રાજ્યમાં આ મહિલા સશક્તિકરણના મુદ્દાઓ પર ધ્યાન દેવામાં આવશે. રાહુલે ઉમેર્યું કે, જો તમે અમારા ચૂંટણી વખતેના વાયદા પર ધ્યાન આપ્યું હોય તો અમે જે કહ્યું એ અમે કરી બતાવ્યું છે. પાંચમાંથી ચાર યોજનાઓ મહિલાઓ માટે બનાવવામાં આવી છે.

અમારી સરકારે મહિલાને સશક્ત કરવા પર જે વચન આપ્યું હતું. એ પાળીને બતાવી દીધું. મહિલાઓની સારસંભાળ અને સુરક્ષા એ અમારી પ્રાથમિતા છે. જો કોંગ્રેસના કોઈ નેતા કંઈક કહેતા હોય તો એ પછી એ મુદ્દા પર કોઈ પણ કિંમતે કામ કરે છે. ગૃહ લક્ષ્મી યોજના અંતર્ગત ગરીબ પરિવારોના સભ્યાના ખાતામાં રૂપિયા ૨૦૦૦ ટ્રાંસફર કરાશે. રાહુલ ગાંધીએ ગૃહલક્ષ્મી યોજના અંતર્ગત આવતા લાભાર્થીઓના ખાતામાં આ રકમ જમા કરી હતી. વડાપ્રધાન મોદીની મોદી સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેઓ માત્ર આ દેશના જે અબજોપતિઓ છે એમના માટે જ કામ કરે છે. દિલ્હીમાં જે સરકાર છે એ માત્ર બેથી ત્રણ અબજોપતિ માટે કામ કરે છે. આ અબજોપતિ પાછા એમના મિત્ર છે.

આ અબજોપતિઓ એમના ખાસ મિત્રો છે. કર્ણાટકમાં પાંચ નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જે ગરીબ અને ખાસ પ્રકારના વર્ગો કે લઘુમતીઓ માટે છે. અમારી પાંચ યોજના જે કર્ણાટકમાં અમલમાં લેવામાં આવી છે. એનો હેતું સંપૂર્ણ રીતે ગરીબ અન કોઈ જ પ્રકારના અધિકાર ન મેળવતા લોકો માટે છે. અમારા એક આઈડિયાથી સરકાર કામ કરતી થઈ ચૂકી છે.અમારી યોજના દેશના સામાન્ય લોકો માટે કામ કરે છે. સામાન્ય લોકો માટે છે. એ કોઈ અબજોપતિઓ માટે નથી. જેના સંબંધ સીધા કેન્દ્ર સરકાર સાથે છે. ગૃહલક્ષ્મી યોજનામાં આશરે ૧.૯ કરોડ મહિલાઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જે અંતર્ગત મહિલાઓને દર મહિને ૨૦૦૦ રૂપિયાની મદદ મળી રહેશે. ૫૫૦૦૦ પંચાયત વિસ્તારમાંથી આનું રજીસ્ટ્રેશન થયેલું છે.

આ માટે ખાસ એક વોટ્સએપ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. પહેલી વખત કોઈ રાજ્ય સરકારે આ પ્રકારનો પ્રયોગ કર્યો છે. જેમાં વોટ્સએપના ચેટબોટની મદદથી યોજના અંગેની તમામ વિગત મળી રહેશે. કર્ણાટક રાજ્ય સરકારે પ્રથમ યોજનાને ચેટબોટ સાથે લિંક કરીને આ પ્રકારનું સાહસ કર્યું છે. કોઈ પ્રકારના આઉટડોર એન્વારમેન્ટ વગર આ યોજના લૉંચ કરી છે. જેમાં લોકો સીધા જ જે તે સિસ્ટમ સાથે જોડાઈ શકશે.