નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે કોરોના મહામારીથી અર્થતંત્રને વિપરીત અસરો પડી હોવાનો સ્વીકાર કરી જણાવ્યું હતું કે પુરવઠાના મોરચે અડચણો દૂર થઈ છે, પણ માંગ વધારવાની જરૂર છે, અને એથી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે 28000 કરોડના પેકેજ તરીકે એલટીસી કેશ વાઉચર્સ અને 10000ના ફેસ્ટીવલ એડવાન્સ (તહેવારોની પેશગી) એમ બે સ્કીમોની જાહેરાત કરી હતી.
નાણાપ્રધાનની જાહેરાત મુજબ કોરોના મહામારી લોકડાઉનના કારણે પ્રવાસ નહીં કરી શકનારા કર્મચારીઓ એક સમયનું લિવ એન્કેશમેન્ટ ઉપરાંત ટિકીટ ભાડાની ત્રણ ગણી રકમના કેશ વાઉચર્સ લઈ શકશે. કર્મચારીઓ જીએસટીના 12% એથી વધુ સ્લેબમાં આવતી ચીજવસ્તુઓ ખરીદવા માટે આ વાઉચર્સ ખર્ચી શકશે. તેમણે 31 માર્ચ 2021 પહેલાં ખરીદી કરવી પડશે. નાણાપ્રધાને સ્પષ્ટતા કરી હતી કે એલટીસી વાઉચર્સમાં ભાડાની રકમ ટેકસ-ફ્રી રહેશે પણ લીવ એન્કેશમેન્ટની રકમ કરપાત્ર રહેશે.
નાણાપ્રધાનના અંદાજ મુજબ આ પગલાથી ગ્રાહક ખર્ચમાં રૂા.28000 કરોડનો વધારો થશે. નાણાપ્રધાને માંગ વધારવા ફેસ્ટીવલ એડવાન્સ નામની બીજી સ્કીમ કર્મચારીઓ માટે જાહેર કરી હતી. એ મુજબ કર્મચારીઓને વગર વ્યાજે 10000ની રકમ મળશે, અને એ વધુમાં વધુ 10 હપ્તામાં પગારમાંથી કાપી લેવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓ આ રકમ રૂપે કાર્ડથી ઉપાડી નહીં શકે, પણ ગમે ત્યાં વાપરી શકશે. એડવાન્સ ફેસ્ટીવલ પ્રીપેઈડ રૂપેકાર્ડ સ્વરૂપે મળશે.
સીતારામના જણાવ્યા મુજબ આ બન્ને પગલાથી અર્થતંત્રમાં 31 માર્ચ સુધીમાં વધારાની 73000 કરોડની માંગ ઉભી થશે. નાણાપ્રધાને બીજા એન્કેશમેન્ટ સ્કીમનો ખર્ચ કેન્દ્ર માટે 5675 કરોડનો અને પીએસવી, સીઈએસઈ માટે 1900 કરોડનો અંદાજયો હતો. રાજય સરકારો જો આ વિકલ્પ તેના કર્મચારીઓને આપે તો તેમને વધારાનો 9000 કરોડનો ખર્ચ કરવો પડશે.
નાણાપ્રધાન જણાવ્યું હતું કે આ બન્ને દરખાસ્તો એવી રીતે તૈયાર કરાઈ છે જેથી ખર્ચનું ફ્રંટ લોડીંગ એડવાન્સીંગ થાય, અને માંગ વધે. આ દરખાસ્તો સીધી રીતે જીડીપીમાં વધારા સાથે જોડાયેલી છે.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે અગાઉ લેવાયેલા પગલાથી ગ્રામીણ માંગ વધારવા મદદ મળી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાથી ગરીબ અને નબળા વર્ગોની જરૂરિયાતો પુરી કરી શકાઈ હતી, છતાં અર્થતંત્રમાં માંગ હજુ પણ પ્રભાવિત છે.
નાણાપ્રધાન લીવ એન્કેશમેન્ટ વાઉચર્સ અને એડવાન્સ ફેસ્ટીવલ ઉપરાંત જાહેર કર્યુ હતું કે રોડ, ડીફેન્સ, ઈન્ફ્રાસ્ટ્રકચર, પાણી પુરવઠા, શહેરી વિકાસ માટે બજેટમાં ફાળવવામાં આવેલા 4.13 લાખ કરોડ ઉપરાંત સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં વધારાના 25,000 કરોડ આપશે.
રાજયો પણ એલટીસી કેશ વાઉચર, ફેસ્ટિવલ સ્કીમનો અમલ કરી શકશે:
73,000 કરોડની વધારાની માંગ સર્જાશે
કેન્દ્ર, સરકારી બેંકો, સાહસો અને રાજયોના ખર્ચનો અંદાજ રજુ કરતાં નાણાપ્રધાન
નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે કેન્દ્રીય સરકારી બેંકો તેમજ જાહેર ક્ષેત્રના કર્મચારીઓને લિવ એન્કેશમેન્ટ વાઉચર અને એડવાન્સ ફેસ્ટીવલ પ્રીપેઈડ કાર્ડ આપવાની સ્કીમ જાહેર કરી હતી.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે રાજયો જો ઈચ્છે તો તે પણ આ રીતે તેમના કર્મચારીઓને આ બન્ને સ્કીમનો લાભ આપી શકશે. તેમણે કેન્દ્ર અને પીએસબી, પીએસયુ તેમજ રાજયોના ખર્ચના અલગ અંદાજો પણ રજુ કર્યા હતા.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે એલટીસી કેશ માટે કેન્દ્ર સરકારને 5670 કરોડનો ખર્ચ થશે, જયારે જાહેર ક્ષેત્રની બેંકોને 1900 કરોડનો ખર્ચ થશે. આનાથી 19000 કરોડની વધારાની માંગ ઉભી થશે. રાજય સરકારે આ વિકલ્પ અપનાવે તો વધારાની 28000 કરોડની માંગ સર્જાશે.
જયારે સ્પેશ્યલ ફેસ્ટીવલ એડવાન્સ સ્કીમનો ખર્ચ રૂા.4000 થશે. તમામ રાજયો જે અમ કરે તો વધારાના 8000 કરોડના ખર્ચ થશે. એવી જ રીતે 10000 કરોડનું ફેસ્ટીવલ એડવાન્સ દ્વારા કર્મચારીઓના ખિસ્સામાં 4000 કરોડ રૂપિયા જશે. રાજયો પણ તહેવારોની પેશગી આપે તો વધારાના 8000 કરોડ રૂપિયાનું વિતરણ થશે.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે આ રીતે અર્થતંત્રમાં રૂા.73,000 કરોડની વધારાની માંગ ઉભી થશે.
- રૂા.28000 કરોડનું પેકેજ
- રૂા.10000 તહેવાર એડવાન્સ- વ્યાજ મુક્ત
- એલટીસી વાઉચર, લીવ એન્કેશમેન્ટ ઉપરાંત ટીકીટ ભાડાના 3 ગણા રકમ: 12% કે તેથી વધુ જીએસટીવાળા ઉત્પાદન ખરીદી શકાશે: ફકત ડીજીટલ ટ્રાન્ઝેકશન જ માન્ય: જીએસટી બિલ રજુ કરવા પડશે
- 2018-21ના એલટીસી, પીરીયડમાંજ કેશ પેમેન્ટ- લીવ એન્કેશમેન્ટનું પુરેપુરુ રોકડ- જે પ્રવાસ ભાડાને પાત્ર હોય તેના 3 ગણા ફલેટ રેટ
- તા.31 માર્ચ 2021 સુધીમાં ઉપયોગ.
- કર્મચારીઓને ખરીદી માટે પ્રોત્સાહન માંગ વધારવાનો ઈરાદો.
- કર્મચારીને દર ચાર વર્ષે 1 લીવ ટ્રાવેલ ક્ધઝેશન (એલટીસી)
- કર્મચારીને 10 દિવસનું લીવ એન્કેશમેન્ટ મળે છે.