કેન્દ્રના આદેશ બાદ Remdesivir ના ભાવમાં ધરખમ ઘટાડો, ઝાયડસ બાદ છ કંપનીઓએ ઘટાડ્યા ભાવ

કોરોનાની સારવારમાં મહત્વના ગણાતા Remdesivir ઇન્જેક્શનના ભાવઘટાડા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ ઝાયડસ સહીત કુલ 7 કંપનીઓએ રેમડેસિવિર ઇન્જેક્શનના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. આવો જોઈએ કઈ કંપનીએ કેટલા ભાવ ઘટાડ્યા છે.

1) ઝાયડસ – રૂ.1900 ઘટાડ્યા
ઝાયડસ ગ્રુપની Cadila Healthcare Ltd કંપની REMDAC બ્રાંડના નામનું રેમડેસિવિર ઇન્જેક્શનનું ઉત્પાદન કરે છે. ઝાયડસના આ રેમડેસિવિર ઇન્જેક્શન જુનો ભાવ રૂ.2,800 હતો જેમાં રૂ. 1900 સુધીનો ધરખમ ઘટાડો કરીને રૂ.899 કરવામાં આવ્યો છે.

2) બાયોકોન ઇન્ડિયા – રૂ.1500 ઘટાડ્યા
Biocon Biologics India એ RemWin બ્રાંડના નામનું રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે. બાયોકોન ઇન્ડિયા આ રેમડેસિવિર ઇન્જેક્શન જુનો ભાવ રૂ.3,950 હતો જેમાં રૂ.1500 ઘટાડો કરી નવો ભાવ રૂ.2450 કરવામાં આવ્યો છે.

3)ડો.રેડ્ડીઝ લેબ – રૂ.2700 ઘટાડ્યા
ડો.રેડ્ડીઝ લેબ (Dr. Reddy’s Lab) REDYXના નામનું રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે.ડો.રેડ્ડીઝ લેબના આ રેમડેસિવિર ઇન્જેક્શન જુનો ભાવ રૂ.5400 હતો જેમાં કંપનીએ 50% નો ભાવ ઘટડો કરી રૂ.27૦૦ નવો ભાવ નક્કી કર્યો છે.

4) સિપ્લા – રૂ.1000નો ઘટાડો
સિપ્લા કંપની (CIPLA LTD) એ CIPREMI બ્રાંડના નામનું રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે. સિપ્લાએ પોતાના આ રેમડેસિવિર ઇન્જેક્શનના જુના ભાવ રૂ.4000માં રૂ.1000 નો ઘટાડો કરી રૂ.3000 નવો ભાવ નક્કી કર્યો છે.

5) માલ્યાન ફાર્મા – રૂ.1400 ઘટાડ્યા
માલ્યાન ફાર્મા (Mylan Pharmaceuticals Pvt Ltd) એ DESREM બ્રાંડના નામનું રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે. માલ્યાન ફાર્માએ પોતાના આ રેમડેસિવિર ઇન્જેક્શનના જુના ભાવ રૂ.4800માં રૂ.1400નો ઘટાડો કરી રૂ.3400 નવો ભાવ નક્કી કર્યો છે.

6) જુબિલન્ટ – રૂ.1300 ઘટાડ્યા
જુબિલન્ટ (Jubilant Generics Ltd) એ JUBI-R નામનું રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે. જુબિલન્ટે પોતાના આ રેમડેસિવિર ઇન્જેક્શનના જુના ભાવ રૂ.4700માં રૂ.1300 નો ઘટાડો કરી રૂ.3400 નવો ભાવ નક્કી કર્યો છે.

7)હેટેરો- રૂ.1910 ઘટાડ્યા
હેટેરો Hetero Healthcare Ltd એ COVIFOR નામે રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે.હેટેરોએ પોતાના આ રેમડેસિવિર ઇન્જેક્શનના જુના ભાવ રૂ.5400માં રૂ.1910નો ઘટાડો કરી રૂ.3490 નવો ભાવ નક્કી કર્યો છે.કેન્દ્ર સરકારે દખલ કર્યા બાદ Remdesivir ઇન્જેક્શન બનાવતી ફાર્મા કંપનીઓએ કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. ઝાયડસ સહીત કુલ 7 કંપનીઓએ રેમડેસિવિર ઇન્જેક્શનના ભાવમાં રૂ.1000 થી લઈને રૂ.2700 સુધીનો ધરખમ ભાવ ઘટાડો કર્યો છે. હવે રેમડેસિવિર ઇન્જેક્શન રૂ.899 રૂપિયાથી લઇને રૂ.3490 રૂપિયા સુધી મળી શકશે.