કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 2 વર્ષમાં દેશ થશે ‘ટોલ નાકા મુક્ત’

વાહનોની સ્વતંત્રી અવરજવર માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશભરના ટોલનાકાને લઈને મોટી જાહેરાત કરી છે કે, આગામી બે વર્ષોમાં ભારતમાં ટોલ પ્લાઝા મુક્ત રસ્તાઓ બની જશે. જેના માટે સરકારે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમને અંતિમ રૂપ આપવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યુ હતું કે, આગામી બે વર્ષમં વાહનોનો ટોલ ફક્ત આપના લિંક્ડ બેંક ખાતામાંથી જ કપાઈ જશે. ASSOCHAMના એક કાર્યક્રમમાં નીતીન ગડકરીએ કહ્યું કે, રશિયન સરકારની મદદથી જલ્દી જ GPSને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવશે. આવું થતાં જ 2 વર્ષમાં ભારત ટોલ મુક્ત થઈ જશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ લાગૂ થયાં બાદ પૈસા બેંક ખાતામાંથી સીધા કપાય જશે. આ પૈસા વાહનની મુવમેન્ટના આધાર પર લેવામાં આવશે. હાલ તમામ કોમર્શિયલ વાહન વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની સાથે આવી રહ્યાં છે જ્યારે જુના વાહનોમાં GPS ઈન્ટોલ કરવા માટે સરકાર કેટલીક યોજન લઈને આવશે.

આ જાહેરાત કરતા ગડકરીએ એ પણ જણાવ્યું કે, તેનાથી ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી(NHAI)ની ટોલની આવક 5 વર્ષમાં 1.34 ટ્રિલિયન સુધી વધી જશે. આવું GPS ટેક્નોલોજીના ઉપયોગ કરવાના કારણે થશે. તેનાથી લેણદેણમાં પારદર્શકતા પણ આવશે અને કેસલેસ લેણદેણને પ્રોત્સાહન મળશે.

પોતાના વર્ચ્યૂઅલ સંબોધનમાં કેન્દ્રીય મંત્રીએ સ્ટીલ ઉત્પાદકોન નફાખોરીને લઈને પણ સચેત કર્યાં. તેમણે મુખ્ય કંપનીઓ દ્વારા છેલ્લા 6 મહિનામાં સ્ટીલની કિંમતમાં 55% સુધી વધવાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે જેના લીધે યોજના પૂર્ણ કરવી મુશ્કેલ થઈ રહી છે. જો આ કંપનીઓ પર અંકુશ લગાવવામાં નિષ્ફળ રહી તો સરકારને નીતિઓમાં ફેરફાર કરવો પડશે અને યોજનને પૂર્ણ કરવી મુશ્કેલ થઈ રહી છે. તેમણે કહ્યું કે, જો કંપનીઓ તેના પર અંકુશ લગાવવામાં નિષ્ફળ રહી તો સરકારે નીતિઓમાં ફેરફાર કરવો પડશે અને યોજનાઓની વૈકલ્પિક ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવું પડશે.