કેન્દ્રનો મહત્વનો નિર્ણય : ઘઉં, ચોખા અને ખાંડને લઈને નિર્ણય લેતા હવેથી દેશમાં તેના ભાવ નહીં વધે.

  • 2 મોટા અનાજ અને ખાંડને લઈને કેન્દ્રનો મહત્વનો નિર્ણય 
  • તાત્કાલિક અસરથી ઘઉંની સ્ટોક લિમિટ લાદી
  • બજારમાં ચોખા રિલિઝનો પણ નિર્ણય 
  • ખાંડની વધુ નિકાસ પણ નહીં કરાય 

ઘઉંના ભાવને કાબુમાં રાખવા માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે 15 વર્ષ બાદ પહેલી વાર તાત્કાલિક અસરથી માર્ચ 2024 સુધી ઘઉંની સ્ટોક મર્યાદા લાદી દીધી છે જેને કારણે ઘઉંના ભાવો નહીં વધે. સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ (ઓએમએસએસ) હેઠળ પ્રથમ તબક્કામાં જથ્થાબંધ ગ્રાહકો અને વેપારીઓને કેન્દ્રીય પૂલમાંથી 15 લાખ ન ટન ઘઉં વેચવાનો પણ નિર્ણય કર્યો છે.

કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપડા શું બોલ્યાં 
કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ જણાવ્યું હતું કે છેલ્લા મહિનામાં ઘઉંના ભાવમાં વધારો થયો છે. બજાર સ્તર પર કિંમતોમાં લગભગ આઠ ટકાનો વધારો થયો છે. જથ્થાબંધ અને છૂટક ભાવમાં આટલો વધારો થયો નથી છતાં સરકારે ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી દીધી છે.

આ ‘સ્ટોક લિમિટ’ 31 માર્ચ 2024 સુધી વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ, રિટેલર્સ, મોટા રિટેલ ચેઇન વિક્રેતાઓ અને પ્રોસેસર્સ પર લાદવામાં આવી છે. ઘઉં પર આયાત ડ્યૂટી ઘટાડવા અંગે સંજીવ ચોપડાએ કહ્યું કે દેશમાં પૂરતો પુરવઠો હોવાથી નીતિમાં ફેરફાર કરવાની કોઈ યોજના નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ પણ ચાલુ રહેશે. તેમણે કહ્યું છે કે દેશમાં ઘઉંનો પૂરતો જથ્થો છે. ખેડૂતો અને વેપારીઓ પાસે સ્ટોક છે અને કેટલાક અસામાજિક તત્વો પાસે સ્ટોક પણ છે.