સિડની,
ટી ટવેન્ટી વિશ્વકપ ૨૦૨૨ની પહેલી સેમીફાઇનલ ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે અહીં રમાઇ હતી આ મુકાબલામાં પાકિસ્તાને શાનદાર પ્રદર્શન કરી ન્યુઝીલેન્ડને ૧૫૨ રનના સ્કોર સુધી જ અટકાવી દીધુ હતું ન્યુઝીલેન્ડના બેટસમેનો આખી ઇનિગ્સ દરમિયાન જ તેજીથી રન બનાવવા માટે ઝઝુમી રહી ત્યારે સુકાની કેન વિલિયમસને તો ખુબ જ ધીમી બેટીંગ કરી અને ૪૨ બોલ પર માત્ર ૪૬ રન બનાવ્યા હતાં અને શાહીન આફ્રીદીએ તેને આઉટ કર્યો હતો.જો કે તેની આ ધીમી બેટીંગની ટીકાઓ થઇ રહી છે.
કેટલાક ક્રિકેટ પ્રેમીઓનું માનવુ છે કે વિલિયમસને ટેસ્ટ ક્રિકેટની જેમ બેટીંગ કરી કોઇએ કેનની ઇનિગ્સની મજાક ઉડાવતા તેને ખુબ શાનદાર અને કુલ ક્રિકેચર બતાવ્યો જયારે કેટલાકે કેન વિલિયમસનને હું પસંદ કરૂ છું પરંતુ આજે નહીં એક વ્યક્તિએ ટીકા કરતા કહ્યું કે વિલિયમસન આ ટુર્નામેન્ટનો સૌથી બેકાર સુકાની છે.તેને કારણે જ ન્યુઝીલેન્ડને પરાજયનો સામનો કરવો પડયો છે અને પાકિસ્તાન ફાઇનલમાં પહોંચ્યું છે.