કેલિફોનયામાં ૬.૪ ની તીવ્રતાનો ભૂકંપ, ૭૦૦૦૦ લોકો અંધારામાં

કેલિફોનયા,

અમેરિકાના ઉત્તર કેલિફોનયામાં ભૂકંપના આંચકા અનુભવામાં આવ્યા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપ ૬.૪ની તીવ્રતા માપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ભૂકંપ ઉત્તર કેલિફોનયાના એક ગ્રામિણ વિસ્તાર ફેરનડેલની નજીક પાસે સ્થિત છે. જે સાન ફ્રાન્સિકોથી લગભગ ૩૪૫ કિલોમીટર એનડબલ્યુ અને પ્રશાંત કિનારા નજીક છે. આ ભૂકંપને યાનમાં રાખીને ૭૦૦૦૦ લોકોના વીજ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યા છે. આ ભૂકંપને કારણે ઘણા મકાનને નુક્સાન પહોંચાડ્યું છે. આ સાથે બે લોકો ઘાયલ થયા છે.

કાઉન્ટી શેરિફની ઓફિસે સવારે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, સમગ્ર હમ્બોલ્ટ કાઉન્ટીમાં રસ્તાઓ અને ઘરોને વ્યાપક નુક્સાન થયું છે. શેરિફની ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઓછામાં ઓછા બે લોકો ઘાયલ થયા છે. ફોર્ચ્યુના ડાઉનટાઉનમાં, કેટલાકસ્ટોરફ્રન્ટની બારીઓ કથિત રીતે તૂટી ગઈ હતી.