કેલિફોર્નિયા માં રહેતા ભારતીય લોકોએ ખાલિસ્તાન વિરુદ્ધ રેલી યોજી વિરોધ નોંધાવ્યો

કેલિફોર્નિયા,કેલિફોર્નિયા ના આર્ટશિયામાં રહેતા લોકોએ ખાલિસ્તાનીઓના વધતા આંતકવાદ વિરુદ્ધ માર્ચ યોજી તેમનો વિરોધ કર્યો નોંધાવ્યો હતો. આ રેલીમાં કેલિફોર્નિયા માં વસવાટ કરતા અન્ય સમુદાયના લોકોનો પણ સપોર્ટ મળ્યો હતો.

છેલ્લાં ઘણાં દિવસોથી વિદેશની ધરતી પર ખાલીસ્તાનની માંગ ઉગ્ર બની છે. ખાસ કરીને પંજાબમાં ખાલિસ્તાની સમર્થકોના નેતા અમૃતપાલ સિંહના ગુમ થયા બાદ આ હંગામો ઓસ્ટ્રેલિયા, યુકે, અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં વધ્યો છે. ત્યારે કેલિફોર્નિયા ના આર્ટશિયામાં રહેતા લોકોએ ખાલિસ્તાનીઓના વધતા આંતકવાદ વિરુદ્ધ માર્ચ યોજી તેમનો વિરોધ કર્યો હતો. યોજાયેલ આ રેલીને જય હિન્દ રેલી નામ આપ્યુ હતુ અને ખાલિસ્તાની વિચારધારાનો વિરોધ કર્યો હતો.ત્યારે આ અગાઉ એક ખાલિસ્તાની ગુજરાતીને ધમકી આપતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. તેમજ ભારતીય એમ્બેસી વિરુદ્ધ પર પ્રદર્શન કર્યુ હતુ.

દેશમાં વધી રહેલા આંતકના કારણે દેશભરમાં ખાલિસ્તાની મુદ્દે ચર્ચા ચાલી રહી છે. ત્યારે અગાઉ ભારત વિરુદ્ધ ખાલિસ્તાનીઓની નારે બાજીને લઈને કેટલાક લોકો શાંતિપૂર્ણ રીતે રેલી કાઢવામાં આવી હતી.જે ભારતીયોને કેલિફોર્નિયા ની વસવાટ કરતી અન્ય સમુદાય તરફથી પણ સમર્થન મળ્યુ હતું. તે ભારતને મોટો ટેકો દર્શાવે છે.

તમામ ભારતીય અમેરિકન સંસ્થાઓ હાજર રહી હતી. તે સ્પષ્ટપણે એક્તા દર્શાવે છે અને હિંસાની નિંદા કરી હતી.અગ્રણી નેતાઓ જેવા કે પરિમલ શાહ, નીરજ કે. , અરુણ દત્ત, ડૉ. ગડસલ્લી, રાજુભાઈ પટેલ અને ઉમાકાંત જોષી પણ હાજર રહ્યા હતા અને ખાલિસ્તાન વિરુદ્ધ રેલી યોજી હતી.