પટણા,સીબીઆઈએ અરવિંદ કેજરીવાલને એક્સાઈઝ પોલિસી મામલે સમન્સ મોકલાવ્યું છે અને આજે તેમની પુછપરછ કરી છે આ મામલે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્ય પ્રધાન તેમની વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી “તમામ કાર્યવાહી” માટે “યોગ્ય સમયે” જવાબ આપશે. પત્રકારો સાથે વાત કરતા, જ્યારે સીબીઆઈ દ્વારા કેજરીવાલને એક્સાઈઝ પોલિસી કેસમાં પૂછપરછ માટે બોલાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે જેડીયુના વરિષ્ઠ નેતા નીતીશે કહ્યું, લોકો જાણે છે કે તેમની (કેજરીવાલ) વિરુદ્ધ શું થઈ રહ્યું છે? તેઓ એક જાણીતા વ્યક્તિત્વ છે અને તેમના રાજ્યમાં અનેક વિકાસ કાર્યો કર્યા છે. તે તેની સામે શરૂ કરાયેલી તમામ કાર્યવાહીનો યોગ્ય સમયે જવાબ આપશે.
સીબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ મુજબ, કેજરીવાલને આ કેસમાં સાક્ષી તરીકે તપાસ ટીમના પ્રશ્ર્નોના જવાબ આપવા માટે રવિવારે સવારે ૧૧ વાગ્યે એજન્સીના મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા,નીતિશે પત્રકારોને જણાવ્યું હતું. આપણે બધા એક થઈને પ્રયત્નો અને કામ કરીશું. ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી પહેલા કેન્દ્રમાં સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સામે વિરોધ પક્ષોનું ગઠબંધન બનાવવાના પ્રયાસમાં બિહારના મુખ્યમંત્રી બુધવારે દિલ્હીમાં કેજરીવાલને મળ્યા હતા.
મુખ્યમંત્રી નીતિશ અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. નીતીશે શુક્રવારે અહીં એક કાર્યક્રમમાં લોકોને આગામી લોક્સભા ચૂંટણીમાં ભાજપને મત ન આપવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો લોકો બીજેપીને વોટ આપશે તો તેઓ પોતાનો નાશ કરશે. જો લોકો બીજેપી વિરુદ્ધ મત આપશે તો તેઓ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ રાજ્ય અને દેશની પણ પ્રગતિ સુનિશ્ર્ચિત કરશે.