નવીદિલ્હી,
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સીબીઆઇએ ઉપ-રાજ્યપાલ વીકે સક્સેનાને આગળની તપાસ કરવા માટે મંજૂરી માગી છે અને એલજીએ આ મામલો હવે રાષ્ટ્રપતિ પાસે તપાસ માટે મોકલી દીધો છે. ભાજપ સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે ફીડબેક યૂનિટ જાસૂસી કરી રહ્યું છે. સંતાઇને વાતો સાંભળી રહી છે. આપના નેતા દિલ્હી માટે કામ કરી રહ્યા નથી, પરંતુ દિલ્હીના ટેક્સપેયર્સના રૂપિયાથી ગેરકાયદેસર રીતે જાસૂસી કરે છે.
૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં બહુમત મેળવ્યા બાદ અરવિંદ કેજરીવાલે ફીડબેક યૂનિટની રચના કરી હતી. જેનું કામ વિભાગો, સંસ્થાઓ, સ્વતંત્ર સંસ્થાઓ પર નજર રાખવાનું અને અહીંની કામગીરી અંગે અસરકારક પ્રતિસાદ આપવાનું હતું, જેથી આ આધારે જરૂરી સુધારા માટે એક્શન લઈ શકાય.
સીબીઆઇની શરૂઆતી તપાસમાં એ વાત સામે આવી છે કે જે કામ સોંપવામાં આવ્યું હતું તે ઉપરાંત ગુપ્ત રાજકીય માહિતી એકઠી કરવા લાગ્યું હતું. તેમણે એક વ્યક્તિની રાજકીય પ્રવૃત્તિઓ, તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ અને આપના રાજકીય લાભના મુદ્દાઓ માટે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું.એફબીયુએ ૭૦૦ કેસરની તપાસ કરી, જેમાં સીબીઆઇ પ્રમાણે ૬૦% રાજકીય. અત્યાર સુધી તે સ્પષ્ટ થયું નથી કે એફબીયુ હજું પણ એક્ટિવ છે કે નહીં. એફબીયુએ અત્યાર સુધી ૭૦૦ કેસની તપાસ કરી. જેમાં ૬૦% રાજકીય હતા અથવા જેની દેખરેખ સાથે કોઈ લેવડદેવડ હતી નહીં.
વિજિલેન્સ ઓફિસરની ફરિયાદ ઉપર તપાસ, ૧૨ જાન્યુઆરીને રિપોર્ટ સોંપ્યો ૨૦૧૬માં વિજિલેન્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહેલાં એક ઓફિસરની ફરિયાદ ઉપર તપાસ શરૂ કરી હતી. ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ સીબીઆઇએ વિજિલેન્સ ડિપાર્ટમેન્ટમાં રિપોર્ટ દાખલ કર્યો. એજન્સીએ ઉપ-રાજ્યપાલ વીકે સક્સેના સાથે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા વિરૂદ્ધ કેસ નોંધવાની માગ કરી છે. સીબીઆઇએ ૨૦૧૬માં વિજિલેન્સ ડાયરેક્ટર રહેલાં સુકેશ કુમાર જૈન અને અન્ય ઉપર કેસ નોંધવાની મંજૂરી માગી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એલજી સક્સેનાએ હવે આ મામલાને રાષ્ટ્રપતિ પાસે મોકલી દીધો છે.