કેજરીવાલની રેલીમાં ૨૦ નેતાઓના મોબાઈલ ચોરાયા: મુખ્યમંત્રી રોડ શો કરી રહ્યા હતા, એફઆઇઆર નોંધાઈ

નવીદિલ્હી,

દિલ્હીમાં એમસીડીની ચૂંટણીને લઈને આપ નેતા સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘણા વિસ્તારમાં રોડ શો કર્યો. આ દરમિયાન ૨૦ જેટલા નેતાના મોબાઈલ ચોરાયા. ઘટના અંગે પોલીસ એફઆઇઆર નોંધવામાં આવી છે.

વાસ્તવમાં આ ઘટના તે સમયે ઘટી જ્યારે મલકા ગંજ વિસ્તારમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. તેમની સાથે આપના ઘણા ધારાસભ્ય અને નેતાઓ હાજર હતા. આપની રેલી દરમિયાન ચોરોએ કેટલાક નેતાના મોબાઈલની ચોરી કરી. ઉત્તરી જિલ્લાના ડેપ્યુટી કમિશનર સાગર સિંહ કલ્શીએ કહ્યું કે કેજરીવાલની રેલીમાં ઘણા નેતાઓના મોબાઈલ ચોરી થયાની ફરિયાદ મળી છે. ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠી, આપ નેતા ગુડ્ડી દેવી અને ધારાસભ્ય સોમનાથ ભારતીના સચિવ દ્વારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

મલકા ગંજમાં રોડ શો દરમિયાન કેજરીવાલે ભાજપ પર નિશાન સાયું છે. તેમણે કહ્યું કે જનતા કામ રોકનારની જગ્યાએ કામ કરનારને ચૂંટશે. કેજરીવાલે કહ્યું- છેલ્લા આઠ વર્ષમાં ભાજપ અને કેન્દ્ર સરકારે મોહલ્લા ક્લિનિક, સીસીટીવી પ્રોજેક્ટ અને યોગશાળા સહિત દિલ્હી સરકારના અન્ય કામો અટકાવી દીધા છે. ૧૫ વર્ષ સુધી કોર્પોરેશનમાં શાસન કર્યા બાદ પણ ભાજપ પાસે ગણતરી માટે એક પણ કામ નથી, જ્યારે દિલ્હી સરકારે વચન આપ્યું હતું તે તમામ કામો કર્યા છે.

૨૫૦ વોર્ડ વાળી દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે ૪ ડિસેમ્બરે મતદાન થશે, ૭ ડિસેમ્બરે મતગણતરી થશે અને પરિણામ આવશે. પહેલા એપ્રિલમાં ચૂંટણી થવાની હતી. પરંતુ ત્રણેય નિગમના એકીકરણના નિર્ણયને કારણે ચૂંટણીની તારીખ પાછળ ધકેલાઈ. સ્ઝ્રડ્ઢ ચૂંટણીની નોંધણી કરવાની અંતિમ તારીખ ૧૪ નવેમ્બર હતી.