![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2022/12/414049-delhi-cm-kejriwal.webp)
નવીદિલ્હી,
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ) સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, તેમણે ભારતીય જનતા પાર્ટીનો મજબૂત કિલ્લો ભેદી નાખ્યો છે અને આગામી ચૂંટણીમાં જીતવામાં સફળ રહીશું. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની પાર્ટીને ૩૯ લાખથી વધુ મત મળ્યા છે. આમ આદમી પાર્ટીના સંસ્થાપકે ખુશી જાહેર કરી છે કે ૧૦ વર્ષની અંદર તેમની પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીઓમાં સામેલ થવા જઈ રહી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યુ- આમ આદમી પાર્ટીના બધા કાર્યર્ક્તાઓ અને દેશવાસીઓને ખુબ-ખુબ શુભેચ્છા. તમારી આમ આદમી પાર્ટી આજે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. આજે ગુજરાત ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને ઘણી સીટના આવી રહ્યાં છે. ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી છે. જેટલા મત ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મળ્યા છે તે પ્રમાણે કાયદાકીય રીતે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. દેશમાં માત્ર ગણતરીની પાર્ટીઓ છે, જેને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે. તેમાં હવે આમ આદમી પાર્ટી સામેલ થઈ ગઈ છે.
કેજરીવાલે કહ્યું કે માત્ર ૧૦ વર્ષ પહેલા એક પાર્ટી બની હતી. એક જવાન પાર્ટી જેને માત્ર ૧૦ વર્ષ થયા છે, તેની બે રાજ્યોમાં સરકાર છે. આજે તે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. આ જ્યારે લોકો સાંભળે છે તો આશ્ચર્ય પામે છે. કેજરીવાલે ગુજરાતમાં જનતાએ આપેલા પ્રેમ, સન્માન માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, તે જીવનભર તેના આભારી રહેશે. તેમને ઘણું શીખવા મળ્યું છે.
કેજરીવાલે કહ્યું- ગુજરાતને એક તરફ ભાજપનો ગઢ માનવામાં આવે છે. તેને ભેદવામાં સફળ થયા. આજે અમને લગભગ ૧૩ ટકા મત મળ્યા છે. હજુ સુધી ૩૯ લાખ મત મળ્યા છે અને હજુ ગણતરી ચાલી રહી છે. આ વખતે કિલો ભેદવામાં સફળ થયા, તમારા બધાના આશીર્વાદથી આગામી વખતે જીતવામાં સફળ થશું