નવીદિલ્હી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી લિકર પોલિસી મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જારી કરાયેલા સમન્સનું પાલન ન કરવા બદલ ED ની ફરિયાદો પર એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા તેમને જારી કરાયેલા સમન્સને પડકારતી સેશન્સ કોર્ટમાં દાખલ કરી હતી. આ પહેલા કોર્ટે કેજરીવાલને ૧૬ માર્ચે હાજર થવાનો આદેશ આપ્યો હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તાજેતરમાં દિલ્હી લિકર પોલિસી મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જારી કરાયેલા સમન્સનું પાલન ન કરવા બદલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે બે ફરિયાદો દાખલ કરી હતી.