
દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણને પહોંચી વળવા માટે ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર ૧ જાન્યુઆરી સુધી પ્રતિબંધ મૂક્યો હતો. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ માટે નિર્દેશ આપ્યા છે. ગયા વર્ષની જેમ આ વખતે પણ દિલ્હીમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. ૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી ફટાકડાના ઓનલાઈન વેચાણ અને ડિલિવરી પર પણ પ્રતિબંધ રહેશે.
પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે પ્રતિબંધને કડક રીતે લાગુ કરવા માટે દિલ્હી પોલીસ, ડીપીસીસી અને રેવન્યુ વિભાગ સાથે મળીને એક એક્શન પ્લાન બનાવવામાં આવશે. પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકાર ૨૧ ફોક્સ પોઈન્ટ પર આધારિત વિન્ટર એક્શન પ્લાન તૈયાર કરી રહી છે.