કેજરીવાલની મુસીબતો જલ્દી ખતમ નહીં થાય: ઈડી બાદ સીબીઆઈ તેમને રિમાન્ડ પર લઈ શકે

નવીદિલ્હી, દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ટૂંક સમયમાં સમાપ્ત થશે નહીં પરંતુ વધી શકે છે કારણ કે ઈડીની રિમાન્ડની મુદત પૂરી થયા બાદ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન પણ તેના કેસમાં તેમની ધરપકડ કરશે અને તેને આગળ વધારી શકે છે. તેને પૂછપરછ માટે રિમાન્ડ પર લઈ શકે છે.

પૈસાનું પગેરું જાણવા ઈડી મની લોન્ડરિંગ હેઠળના કેસની તપાસ કરી રહી છે. એકવાર ઈડી રિમાન્ડ સમાપ્ત થઈ જાય, સીબીઆઇ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના ગુનાની તપાસ કરતી હોવાથી કેજરીવાલને રિમાન્ડ પર લેવા માટે કોર્ટમાં જઈ શકે છે.