નવીદિલ્હી, દિલ્હીના શરાબકાંડમાં રાજયના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે એન્ફોર્સમેન્ટ વિભાગે સાતમુ સમન્સ ઈશ્યુ કર્યુ છે અને તેઓએ તા.૨૬ના ઈડી સમક્ષ હાજર થવાનું રહેશે. અગાઉ છ સમન્સને ગેરકાનુની ગણાવીને ફગાવી દેનાર અરવિંદ કેજરીવાલ સામે ઈડીએ કોર્ટમાં પણ અરજી દાખલ કરીને તેઓ સમન્સને માન આપતા નહી હોવાનું જણાવ્યું છે. ટ્રાયલ કોર્ટ સમક્ષ કેજરીવાલે પોતે બજેટ સત્રમાં વ્યસ્ત હોવાનું જણાવીને હાજર રહ્યા ન હતા અને નવી તારીખે હાજર રહેવાની ખાતરી આપી છે.
હવે કોર્ટે ૧૬ માર્ચે વધુ સુનાવણી રાખી છે તેથી આ સાતમા સમન્સમાં તેઓ હાજર રહેશે કે કેમ તે પ્રશ્ર્ન છે. અગાઉ જ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ હતું કે ઈડીએ અદાલતના આદેશની રાહ જોવી જોઈએ અને જો અદાલત કહેશે તો તેઓ ઈડી સમક્ષ હાજર થઈ જશે.