નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગઈ હતી અને પાંચ કલાક સુધી ચાલેલા નાટકીય ડ્રામા બાદ નોટિસ આપી હતી. કેજરીવાલ બાદ આજે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ નોટિસ આપવા શિક્ષણ મંત્રી આતિષીના ઘરે પહોંચી હતી . ઉલ્લેખનીય છે કે ગઈકાલે આતિશી દિલ્હીની બહાર હતા એટલે આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને નોટિસ આપવા આવી છે.
દિલ્હી પોલીસે આદમી પાર્ટીના સાત ધારાસભ્યો અંગે ભાજપ પર કરવામાં આવેલા આરોપો પર કેજરીવાલ પાસે ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે. આ પહેલા દિલ્હી પોલીસે મુખ્યમંત્રી ઓફિસને નોટિસ પાઠવી હતી અને તેમાં ત્રણ સવાલોના જવાબ માંગ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું છે કે લગાવેલા આરોપોના પુરાવા આપો, સાત ધારાસભ્યોના નામ જણાવો અને તમારી પાસે જે પણ પુરાવા છે તે આપો જેથી તપાસ થઈ શકે.