મુંબઇ,,રાખી સાવંતને બોલિવૂડની સૌથી મોટી ડ્રામા ક્વીનનો ખિતાબ મળ્યો છે. અભિનેત્રી ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ કોમેન્ટ કરવા માટે જાણીતી છે, જેના કારણે તે સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં રહે છે. આ જ કારણ છે કે રાખી લાઈમલાઈટમાં રહેવાની કોઈ તક છોડતી નથી. રાખી અવારનવાર એક યા બીજા સ્ટાર વિશે કંઈક એવું બોલે છે, જેનાથી વિવાદ ઉભો થઈ જાય છે. એક વખત રાખીએ તનુશ્રી દત્તા પર નિશાન સાયું અને કંઈક એવું કહ્યું જેનાથી ચારેબાજુ ખળભળાટ મચી ગયો.
વર્ષ ૨૦૧૮ માં, અભિનેત્રીએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જ્યાં તેણે તનુશ્રી પર એવો આરોપ લગાવ્યો હતો, જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. રાખીએ તનુશ્રી પર ૧૨ વર્ષ પહેલા ત્રણ વખત રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. રાખીએ તનુશ્રીને ’અંદરથી પુરુષ’ અને ’સમલૈગિંક’ ગણાવી હતી. રાખીએ એવો પણ દાવો કર્યો હતો કે, ’તનુશ્રી એક સમયે તેની બેસ્ટ ફ્રેન્ડ હતી અને તેને રેવ પાર્ટીઓમાં લઈ જતી હતી જ્યાં તે તેને ડ્રગ્સ લેવા માટે મજબૂર કરતી હતી.’
રાખીના આ નિવેદન બાદ તનુશ્રીએ પણ વળતો પ્રહાર કર્યો, જેમાં તેણે પણ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ’મારા માતા-પિતા હંમેશા મને કહેતા હતા કે મિત્રોને સાવધાનીથી પસંદ કરો, અને મેં હંમેશા તે સલાહનું પાલન કર્યું છે. હું કોઈપણ કિંમતે તેનાથી દૂર રહું છું. જે લોકો મને લાગે છે કે તે મારા માટે સારા નથી. જ્યારે રાખી સાવંત જેવી અસભ્ય, અભણ, ગંદી, અધમ, ચારિત્રહીન, છોકરી મારી સાથે મિત્રતા હોવાનો દાવો કરે છે ત્યારે મને ઘૃણા થાય છે.