કેસીઆરે ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ, ધારાસભ્યોના હોર્સટ્રેડિંગનો વીડિયો જાહેર કર્યો ભાજપે અત્યાર સુધી ૮ સરકારો પાડી છે અને તેમની યોજના બીજી ૪ સરકારો પાડવાની છે.

હૈદરાબાદ,
તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરે ભાજપ પર ફરીથી મોટો આરોપ લગાવ્યો છે. તેમણે એક વીડિયો જાહેર કરીને કહ્યુ કે તેમની પાર્ટીના ધારાસભ્યોને ભાજપ તરફથી લાંચ આપવામાં આવી છે. ભાજપે અત્યાર સુધી ૮ સરકારો પાડી છે અને તેમની યોજના બીજી ૪ સરકારો પાડવાની છે. કેસીઆરનુ કહેવુ છે કે ભાજપના ૨૪ લોકોની ટીમ વિવિધ રાજ્યોમાં ધારાસભ્યોનો શિકાર કરવા અને ચૂંટાયેલી સરકારો પર બુલડોઝર ચલાવવાનુ કામ કરી રહી છે. કેસીઆરે ન્યાયતંત્રને અપીલ કરી છે કે તેલંગાણાના ધારાસભ્યોના શિકારનો મામલો માત્ર આ રાજ્ય પૂરતો મર્યાદિત નથી, અન્ય રાજ્યોમાં પણ થવાની સંભાવના છે.

કેસીઆરે મીડિયા સામે એક પછી એક ઘણા વીડિયો રજૂ કર્યા. આ વીડિયો દ્વારા તેમણે દાવો કર્યો હતો કે ભાજપે થોડા દિવસો પહેલા તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યુ કે આ ફૂટેજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, જજો, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, તમામ સીએમ, ડીજીપી અને મીડિયા હાઉસને પણ મોકલવામાં આવશે. કેસીઆરે કહ્યુ કે ભાજપના નેતાઓએ રાજ્ય સરકારને પછાડવા માટે ટીઆરએસ ધારાસભ્યોને લાંચની ઑફર નહોતી કરવી જોઈતી.
તેલંગાણાના સીએમ કેસીઆરે કહ્યુ, ’આજે લોકશાહીની હત્યા થઈ રહી છે. ભાજપ આખા દેશને બરબાદ કરી રહી છે, સસ્તી રાજનીતિ કરી રહી છે અને ફેક ન્યૂઝ ફેલાવી રહી છે. જ્યારે ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને બાંગ્લાદેશ જીતી ગયા ત્યારે તેમણે ઈમરજન્સી લાદીને નાની ભૂલ કરી હતી. તે તેમને મોંઘુ પડ્યુ હતુ.’ આ પહેલા પણ મુખ્યમંત્રી કેસીઆર પોતાના ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસને લઈને મોટુ નિવેદન આપી ચૂક્યા છે. તેમણે દાવો કર્યો હતો કે જેમની ધરપકડ કરવામાં આવી હતી તેઓએ ટીઆરએસના ચાર ધારાસભ્યોને હોર્સ-ટ્રેડ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ૨૦ વખત ગૃહમંત્રી અમિત શાહ અને બે વાર પીએમ મોદીનુ નામ લેવામાં આવ્યુ હતુ. તેમણે જણાવ્યુ કે વાતચીત દરમિયાન તેમની પાર્ટીના ધારાસભ્યોને કહેવામાં આવ્યુ કે તેમને ચિંતા કરવાની જરૂર નથી. તેમને ઈડ્ઢ અને આવકવેરા સુરક્ષા સાથે રૂ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. કેસીઆરે કહ્યુ હતુ કે, ’આજે હું મારા એ જ ધારાસભ્યો સાથે એક મંચ પર છું. આનાથી એટલુ સ્પષ્ટ થાય છે કે આપણને કોઈ તોડી શકે નહિ.