કબીરધામ, પંડારિયા બ્લોક હેઠળના કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાહપાની ગામમાં રોડ અકસ્માતમાં ૧૯ લોકોના મોત થયા હતા. મૃતકોના અંતિમ સંસ્કાર આજે મંગળવારે કરવામાં આવી રહ્યા છે. ૧૭ મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ સંસ્કાર ગામ સેમરહામાં, એક ગામ દરડીમાં અને એક ગામ સિંઘરીમાં કરવામાં આવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા પણ મૃતકોના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે સેમરાહા ગામ પહોંચ્યા હતાં
કુકદુર પોલીસે પીકઅપ વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે. આરોપી ડ્રાઈવરને કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાંઈએ કબીરધામ જિલ્લાના કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાહપાની ગામ નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ગ્રામજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. છત્તીસગઢ સરકાર મૃતકોના પરિવારજનોને ૫ લાખ રૂપિયા અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ૫૦ હજાર રૂપિયાની સહાય આપશે. અકસ્માત પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે છત્તીસગઢના કવર્ધામાં થયેલ માર્ગ અકસ્માત અત્યંત દુ:ખદાયક છે. આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. આ સાથે જ હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે.