કૌન બનેગા કરોડપતિ ટીવી પર દસ્તક આપવા તૈયાર છે

મુંબઇ, સોની ટીવીનો ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ સીઝન ૧૫’ નાના પડદા પર કમબેક કરવા માટે તૈયાર છે. આ શોનો પહેલો પ્રોમો સોની ટીવીના સોશિયલ મીડિયા હેન્ડલ પર ઓન એર કરવામાં આવ્યો છે. તેમની શાનદાર કવિતા સાથે અમિતાભ બચ્ચને ચાહકો સાથે કૌન બનેગા કરોડપતિ ૧૫ ની શરૂઆતના સમાચાર શેર કર્યા છે.

સોની ટીવી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં અમે અમિતાભ બચ્ચનને કહેતા જોઈ શકીએ છીએ, “બદલ રહા હૈ, બદલ રહા હૈ, સબ કુછ બદલ રહા હૈ. બડે જ્ઞાન સે બડી શાન સે દેખો સબ કુછ બદલ રહા હૈ. ટાઈમ કી મુશ્કિલ આસ્કિંગ હૈ, તો તૈયાર મલ્ટીટાસ્કિંગ હૈ. ભાઈ અપના બિઝનેસ સેમ હૈ લેકિન મોડ ઓફ પેમેન્ટ બદલ રહા, દેખો સબ કુછ બદલ રહા, દુનિયા કી સોચ કો છોડ કર પીછે, દિલ અપની રાહેં સમજ રહા. દિન ઔર રાત કા ફર્ક ન રહા, સપનોં સે ચેહરા ચમક રહા, દેખો સબ કુછ બદલ રહા હૈ.”

દેશમાં જે પરિવર્તન આવ્યું છે તેની ઝલક આપતા આ વીડિયોમાં અમિતાભ બચ્ચન કહી રહ્યા છે કે “પ્યાર ભર આશીર્વાદ વહી બસ execution બદલ રહા. નયે અરમાન, નયે આસમાન લિયે બડી શાન સે બડે જ્ઞાન સે દેખો ઈન્ડિયા બદલ રહા હૈ. જ્ઞાન સે ઔર શાન સે બઢતે રહના હી બદલતે રહને કા નામ હૈ. બદલ રહા હૈ દેશ, બદલ રહા હૈ કૌન બનેગા કરોડપતિ.”

નવા પ્રોમો સાથે, અમિતાભ બચ્ચને દર્શકોને નવા શોની ઝલક આપી છે અને માહિતી આપી છે કે કેબીસીમાં કેટલાક ફેરફારો થવાના છે. સામાન્ય રીતે કેબીસીના પ્રોમોમાં અમિતાભ બચ્ચન હોટસીટ પર બેસીને ખાસ સંદેશ આપતા જોવા મળે છે, પરંતુ આ વખતે વીડિયોમાંથી હોટસીટ અને સ્ક્રીન ગાયબ હતી. હવે આ શોમાં શું બદલાવ આવશે તે જોવું રસપ્રદ રહેશે.