કૌન બનેગા કરોડપતિ શો ફરી શરૂ થવા જઈ રહ્યો છે

મુંબઇ,‘દેવીયો અને સજ્જનો’, ‘નમસ્કાર અભિનંદન અને આભાર’. આ કેટલીક પંક્તિઓ છે જે આપણને દર વર્ષે કૌન બનેગા કરોડપતિ શો દ્વારા અમિતાભ બચ્ચન પાસેથી સાંભળવા મળે છે. આ શો દર વર્ષે ટીવી પર આવે છે અને ઘણા લોકોનું કરોડપતિ બનવાનું સપનું પૂરું કરે છે.લોકોને આ શો ટીવી પર જોવો ખૂબ જ ગમે છે. લોકોને અમિતાભ બચ્ચનની સ્ટાઈલ, તેમની શો હોસ્ટ કરવાની રીત, સ્પર્ધકો સાથેની તેમની મસ્તી, દરેકને તે ખૂબ જ ગમે છે. તમને જણાવી દઈએ કે, આ વસ્તુઓ ફરી એકવાર જોવા મળવાની છે. કેબીસીની ૧૫મી સિઝન શરૂ થવાની છે.

જી હા, ટીવીનો લોકપ્રિય ક્વિઝ શો ફરી એકવાર ઓન એર થવા જઈ રહ્યો છે. નિર્માતાઓએ પ્રોમો વીડિયો રિલીઝ કરતી વખતે આ વિશે માહિતી આપી છે. સોમવારે સોની ટીવીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા એક વીડિયો શેર કર્યો, જેમાં અમિતાભ બચ્ચન પોતાની હોટસીટ પર બેઠેલા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં એક મહિલા પણ જોવા મળી રહી છે, જે વિચિત્ર રીત અપનાવીને શો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે અને તે પહોંચી પણ ગઈ છે. જો કે અમિતાભ તેને કહે છે કે આવી પદ્ધતિઓ અપનાવવાની જરૂર નથી. તે જ સમયે બિગ બી શોના રજીસ્ટ્રેશન વિશે જણાવે છે.

કૌન બનેગા કરોડપતિ ક્યારે જોવા મળશે? તેની માહિતી હજુ સુધી શેર કરવામાં આવી નથી. અત્યારે માત્ર રજીસ્ટ્રેશન જ જણાવવામાં આવ્યું છે. કેબીસી રજીસ્ટ્રેશન ૨૯મી એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે. જો કે આ વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોની ઉત્સુક્તા વધારી દીધી છે. બિગ બીને ફરી એકવાર જોવા માટે લોકો ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કેબીસી ૧૫ કેટલો સમય ઓન એર થાય છે તે જોવું પડશે.