દાહોદ, કતવારા મંદિર ફળિયામાં રાત્રીના સમયે કરિયાણાના સામાનના ગોડાઉન આગળની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ રૂા,. વીસ હજારની કિમતની ટીવીએસ કંપનીની મો.સાયકલ ચોરાયાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર તા.4.5.2023 ના રોજ કતવારા ગામે મંદિર ફળીયામાં ત્રાટકેલા બાઈકચોરો એ પોતાનો કસબ અજમાવી કતવારા ગામે મંદિર ફળીયામાં રહેતા અજયકુમાર જીતમલભાઈ શાહ નામના વેપારી પોતાની ઘરની બાજુમાં આવેલ કરિયાણાના સામાનના ગોડાઉનની આગળ ખુલ્લી જગ્યામાં લોક મારીને મુકી રાખેલ 2017 ના મોડલની રૂા. વીસ હજારની કિમતની જીજે. 20 એએફ. 1335 નંબરની ટીવીએસ કંપનીની મો.સાયકલ ચોરીને લઇ ગયા હતા. આ સંબંધે કતવારા ગામે મંદિર ફળિયામાં અજયકુમાર જીતમલભાઈ શાહે નોંધાવેલી ફરિયાદને આધારે કતવારા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.