દાહોદ,
કતવારા પોલીસે બોરડી ઈનામી ગામે ગોવાળી ગામની શંકાસ્પદ લાગતી મહિલાને પકડી પાડી તેની પાસેની પ્લાસ્ટીકની થેલીઅ ો ની તલાસી લઈ થેલીઓમાંથી રૂા. 26 હજાર ઉપરાંતની કિંમતની વિદેશી દારૂની પ્લાસ્ટીકની બોટલો પકડી પાડી કબજે લઈ તેની અટક કર્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના ગોવાળી ગામે મોવડા ફળિયામાં રહેતી મનાબેન મલ સીંગભાઈ સુરમલભાઈ ભુરીયા ગતરોજ બપોરના સવા વાગ્યાના સુમારે બોરડી ગામે ત્રણ રસ્તા પર હાથમાં પ્લાસ્ટીકની થેલીઓ લઈ ઉભી હતી તે વખતે પેટ્રોલીંગમાં નીકળેલ કતવારા પોલીસની ગાડી જોઈ આઘી પાછી થવાની હિલચાલ કરતા પોલીસને તેની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે તેણીના હાથમાં પકડેલ પ્લાસ્ટીકની થેલીઓની તલાસી લેતા તેની પાસેની પ્લાસ્ટીકની થેલીઓમાથી રૂા. 26,928ની કિંમતની વિદશી દારૂની પ્લાસ્ટીકની બોટલો નંગ-264 પકડી પાડી કબજે લઈ ગોવાળી ગામની મનાબેન મલસીંગભાઈ સુરમલભાઈ ભુરીયાની અટક કરી તેની વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.