2018 માં મળતા આંગણવાડીમાંહાજર થવા ગઇ ત્યારે સ્થાનીક ઇસમોએ મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરીયાદ કરાઇ
આંગણવાડી તથા તેડાગરની નોકરીમાં ધોરણ 12અને 10 પાસ ઉમેદવારોને બદલે ગ્રેજયુએટ ઉમેદવારો દ્વારા અરજી કરવામાં આવી
ઘોઘંબાના કાટું ગામનીઆંગણવાડીમાં કાર્યકર તરીકે મહિલાને નોકરીનો ઓર્ડર વર્ષ 2018 માં મળતા આંગણવાડીમાંહાજર થવા ગઇ ત્યારે સ્થાનીક ઇસમોએ મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરીયાદ કરાઇ હતી. ત્યાર બાદ મામલો કોર્ટમાં જતા કોર્ટે પણ નોકરી પર હાજરકરવાનો હુકમ કરવા છતાં આંગણવાડી કાર્યકર પાસે નોકરીનો ઓર્ડર હોવા છતાં નોકરી વગર બેકાર ફરી રહી છે.ત્યારે આઇસીડીએસ વિભાગસફાળુ જાગ્યુ અને પોલીસબદોબસ્ત સાથે કાર્યકરને હાજરકરવાની સુફીયાણી વાત કરી છે.તાજેતરમાં પંચમહાલજિલ્લામાં બેકારી એટલે હદે વધીગઇ છે કે આંગણવાડી તથા તેડાગરની નોકરીમાં ધોરણ 12અને 10 પાસ ઉમેદવારોને બદલે ગ્રેજયુએટ ઉમેદવારો દ્વારા અરજી કરવામાં આવી છે. ત્યારેઘોઘંબા તાલુકાના કાટું ગામેઆંગણવાડીમાં કાર્યકર બહેનનેવર્ષ 2018 માં નોકરીનો ઓર્ડરહોવા છતાં 5 વર્ષથી બેકારબનીને સમય કાઢી રહી છે. કાંટુગામના પટેલ ફળિયામાં આવેલી આંગણવાડીના કાર્યકરનીભરતીમાં સરકારી નિયમો અને ધારાધોરણો મુજબ વર્ષ 2018માં ગામના જોશનાબેન બારીઆની મેરીટના ધોરણે પસંદગીકરવામાં હતી અને ઓર્ડર આપવામાં આવ્યો હતો.જ્યારે આ બહેન આંગણવાડીપર હાજર થવા ગયા ત્યારેગામના ભારતભાઇ દામાભાઇ બારીઆ, જુવાનસિંહ બારીઆ, જશવંતભાઇ ભારતભાઇબારીઆ, કાશીબેનભારતભાઇબ બારિયા તથા કમીત્રાબેન જશંવતભાઇ બારીઆનાઓ દ્વારાઆંગણવાડી તરફ આવીશ તોતારા ટાંટીયા તોડી નાખીશ તેમ કહીને મારી નાખવાની ધમકી આપીને વિરોધ કરી બહેનને આંગણવાડીમાં આવતાઅટકાવ્યા હતા.જે અંગેની રજુઆત બહેનદ્વારા આંગણવાડી વિભાગનીતાલુકા, જિલ્લા કચેરીમાં કરીઅને અધિકારીઓને મૌખિકઅને લેખીત રજુઆત પણકરવામાં આવી હતી. છતાં આસરકારી અધિકારીઓ રાજકીયદબાણમાં આવીને કોઈ જકાર્યવાહી ના કરતા આજ સુધીનિમણુક પામેલ બહેનઆંગણવાડી કાર્યકર તરીકેહાજર થઈ શક્યા નથી. છેલ્લાપાંચ વર્ષથી આ આંગણવાડીનુંસંચાલન તેડાગર બહેન દ્વારાકરવામાં આવે છે.આંગણવાડી કાર્યકરજોશનાબેનને નોકરીના સ્થળેહાજર થતાં, કામ કરતા રોકવામાંઆવતા, હેરાન પરેશાન કરતાતેમજ મારવાની ધમકી આપતાલોકો સામે દામાવાવ પોલીસસ્ટેશનમાં પણ ફરીયાદઆપવામાં આવી હતી.આઇસીડીએસ વિભાગજણાવ્યા અનુસાર મામલોકોર્ટમાં ચાલતો હોવાથી હાજરકરી શકાય તેમ ન હતા. કોર્ટહાજર કરવાનો હુકમ કર્યો છે.હવે પોલીસ બંદોબસ્ત સાથેઆંગણવાડીમાં હાજર કરીશુંતેમ જણાવીને છેલ્લા 5 વર્ષ થી હાજર કરવાનો નિર્ણય નહિ લઇને જવાબદારીથી હાથ ઉચાંકરી દીધા હતા.ત્યારે એક મહિલા કર્મચારીનેનોકરી મળ્યા બાદ પણ આટલીબધી પરેશાનીઓ ભોગવવી પડી રહી છે.
હાજર થવા ગયા તો મારી નાખવાની કેટલાક શખ્સોની ધમકી મળતાં ફરિયાદ નોંધાઇ
કોર્ટે હાજર કરવાનો હુકમ કર્યો આંગણવાડી કાર્યકર બહેનને નોકરીનો ઓર્ડર લઇનેહાજર થવા ગયા તો અમુક સ્થાનિક લોકોએ નોકરી જતારોકીને ધમકી આપતા પોલીસ ફરીયાદ નોધાઇ હતી. ત્યારબાદ મામલો કોર્ટમાં ચાલતો હતો. હવે કોર્ટે હાજરકરવાનો હુકમ કર્યો છે. તાલુકાના અમારા અધીકારીએપોલીસ મથકે અરજી આપી છે. કાર્યકર બહેનને પોલીસબદોબસ્ત સાથે આંગણવાડીમાં હાજર કરીશું. -આર.એ.ચૌધરી, આઇસીડીએસ વિભાગ
મને તા.1/8/2018 ના રોજ આંગણવાડી કાર્યકર તરીકેનો નિમણુંક પત્રઆપવામાં આવ્યો હતો. હું તા. 1/9/2018 ના રોજ આંગણવાડીમાંહાજર થવા ગઇ તો અમુક માણસો મને અપશબ્દો બોલીને મારીનાખવાની ધમકી આપી હતી. જેની જાણ મેં આઇસીડીએસ વિભાગનેકરી હતી. મારી પાસે આંગણવાડી કાર્યકરનો નિમણુંક પત્ર હોવા છતા હુંછેલ્લા 5 વર્ષથી નોકરીથી વંચિત રહી છું. – જોશનાબેન બારીઆ,ભોગબનનાર આંગણવાડી કાર્યકર
નોકરીના સ્થળે મહિલાકર્મીને સુરક્ષા આપેસરકારી તંત્ર તાત્કાલિક સમસ્યા હલ કરે,નોકરીના સ્થળ પર મહિલા કર્મચારીને સુરક્ષાઆપે, અત્યાર સુધીનો પગાર ચૂકવે. નહીંતરજવાબદાર તમામ અધિકારીઓ સામે કાયદેસરનીકાર્યવાહી કરી ન્યાય માંગવામાં આવશે. – દિનેશબારીઆ, જિલ્લા પ્રમુખ, આપ પાર્ટી