મહેસાણા, કટ્ટરપંથીઓને મદદના કેસમાં એનઆઇએએ ગુજરાતમાં દરોડા પાડ્યા છે. દેશમાં કટ્ટરપંથીઓની ગતિવિધિ સામે એનઆઇએ દ્વારા રાષ્ટ્રવ્યાપી દરોડની કામગીરી કરવામાં આવી છે. ગુજરાત સહિત ૭ રાજ્યોમાં સંખ્યાબંધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં મહેસાણામાં એનઆઇએએ પાડેલા દરોડામાં મોટો ખુલાસો થયો છે. મની ટ્રાન્સફરનો રેલો બહુચરાજી સુધી પહોંચ્યો છે.
મળતી માહિતી પ્રમાણે બહુચરાજી એસબીઆઇ બેક્ધ સામે આવેલી નીલકંઠ મોબાઈલ અને મનીટ્રાન્સફરની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી. હાદક પટેલ નામના દુકાનના સંચાલકની એનઆઇએ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. મોબાઈલ, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. હાદક પટેલ સહિત પરિવારના લોકોના મોબાઈલની પણ તપાસ હાથ ધરાઈ રહી છે.