કઠલાલ પોલીસ મથકના અપહરણના ગુનાના આરોપીને બાલાસીનોર પોલીસે ભોગ બનનાર સાથે ઝડપી પાડયો

બાલાસીનોર, મહિસાગર જીલ્લા બાલાસીનોર પોલીસે કઠલાલ પોલીસ મથક અપહરણના ગુનાના આરોપી અંગે પોલીસને મળેલ બાતમીના આધારે બાલાસીનોર તાલુકા પોલીસે આરોપીને સગીરા સાથે ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ મહિસાગર જીલ્લાના કઠલાલ પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ અપહરણનો ગુનો નોંધાયેલ હોય તેવા આરોપી સુરેશભાઇ ગોપાલભાઇ મહેરા (રહે. ભોઈવાસ, બાલાસીનોર) અંગે પોલીસને બાતમી મળી હતી કે, આરોપી ભોગ બનનાર સગીરા સાથે દેવ ચોકડી ખાતે આવનાર છે. તેવી ચોકકસ બાતમીના આધારે બાલાસીનોર તાલુકા પોલીસે આરોપીને ભોગ બનનાર સગીરા સાથે ઝડપી પાડી કઠલાલ પોલીસને સોંપવામાં આવ્યો.