
ખેડા,લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. કઠલાલ તાલુકાના પિઠાઈ ગામે સંતરામ સોસાયટીમાં સિનિયર સિટીઝન્સનો એક ધાર્મિક કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં સ્વીપ એક્ટીવીના કર્મચારીઓએ જોડાઈને ઉપસ્થિત સૌ વડીલોને અચૂક અને પવિત્ર મતદાન કરવા સમજુત કર્યા હતા તથા “હું ચોક્કસ મતદાન કરીશ અને કરાવીશ” તેવા શપથ લેવડાવ્યા હતા.