કઠલાલ , કઠલાલ ના શીરાની મુવાડી ગામના વ્યક્તિએ જમીનમાં થ્રી ફેઈજ વિજ કનેક્શન મેળવવા માટે પોતાના કૌટુંબીક બે સગાભાઈઓના ખોટા સંમતિ કરાર બનાવતા ચકચાર મચી છે. કાવતરૂ ઘડનાર અને સાક્ષીમાં સહી કરનાર બે સામે ફરિયાદ કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
કઠલાલ તાલુકાના શીરાની મુવાડી તાબે મીરજાપુર ગામે રહેતા 60 વર્ષિય મહોતજી ભક્તાજી ઝાલાની સહ હિસ્સેદારો સાથેની જમીન આ ગામની સીમમાં ખાતા નંબર 182 સર્વે 171-3 વાળી આવેલ છે. તેમના કાકાના દિકરા બુધાજીભાઈ સોમાભાઈ ઝાલાએ ઠગાઈ કરવાના બદઇરાદે ઉપરોક્ત જમીનમાં બનાવેલ બોરકુવાનું એમજીવીસીએલ કઠલાલ ખાતેથી થ્રીફ્રેજ વીજ કનેક્શન મેળવવા રૂપિયા 100ના સ્ટેમ્પ પર નોટરી વકીલ દ્વારા સંમતિ કરાર કરી તેમાં મહોતજી અને તેમના ભાઈઓની ખોટી સહીઓ અને ખોટા ફોટોગ્રાફ્સ લગાવી આ ખોટુ સંમતિ પત્ર દ્વારા વિજ કનેક્શન મેળવ્યું હતું.
આ સંમતિ કરાર પત્રમાં કઠલાલના સરખેજ ગામના રાવજીભાઈ ફતાભાઈ ડાભીએ સાક્ષી તરીકે ખોટી સહીઓ કરી હતી. આ બનાવમાં મહોતજી ઝાલાને તમામ વિગતો સામે આવતાં તેઓએ આ મામલે ગતરોજ કઠલાલ પોલીસમાં પોતાના કાકાના દિકરા બુધાજીભાઈ સોમાભાઈ ઝાલા અને સાક્ષી તરીકે ખોટી સહી કરનાર રાવજીભાઈ ફતાભાઈ ડાભી સામે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.