અમરેલી,મૂળ ગુજરાતના અમરેલીના રાજુલાની દીકરી અમેરિકામાં ઈતિહાસ રચવા જઈ રહી છે. રાજુલામાં જન્મેલા દ્રારકાદાસ જીવણલાલ સંઘવીની પૌત્રી મિનિતા સંઘવીને તેમની પાર્ટી ડેમોક્રેટિક તરફથી ન્યૂયોર્કમાં સેનેટની ચૂંટણી લડવાની મંજૂરી મળી ગઈ છે. ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે મિનિતાએ ન્યૂયોર્ક સેનેટની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી પરંતુ હવે પાર્ટીની મંજૂરી મળી છે. જો તેઓ ચૂંટણી જીતી જશે તો સેનેટમા ચૂંટાનારા પહેલા ભારતીય હશે.
મિનિતા સંઘવી ૨૦૧૦થી અમેરિકાનું સિટીઝનશીપ ધરાવે છે અને અત્યાર તેઓ સારાટોગ સ્પિંગ્સમાં ફાયનાન્સ કમિશ્ર્નર તરીકે સેવા બજાવે છે. મિનિતા એક લેખક અને પ્રોફેસર પણ છે. તેમણે સજાતીય લગ્ન કરેલા છે અને તેમના પાર્ટનરનું નામ મેગન છે. તેમને એક પુત્ર પણ છે જેનું નામ જેમી છે. તેમણે લેસ્બિયન હોવાનો જાહેરમાં એકરાર કર્યો હતો.
ઉલ્લેખીય છે કે દ્વારકાદાસ જીવણલાલ સંઘવીની પેનથી ભારતનું બંધારણ લખાયેલું છે. મિનિતા સંઘવીના દાદા દ્રારકાદાસ એકદમ ગરીબ પરિવારમાં જન્મયા હતા અને માત્ર ૮ વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું હતું. માતાની આથક સ્થિતિ એવી સારી નહોતી કે બાળકોનો ઉછેર કરી શકે એટલે દ્રારકાદાસને બાળાશ્રમમાં મુકી દેવામાં આવ્યા હતા. ૧૩ વર્ષની ઉંમરે દ્રારકાદાસ તેમના મોટા ભાઇ સાથે રંગૂન ગયા હતા અને ત્યાંથી પરત આવીને વલસાડ આવ્યા હતા અને તે પછી મુંબઇમાં પેનના પાર્ટસ બનાવવાનું શરૂ કર્યું હતું. દ્રારકાદાસને ભારતમાં પેન ઉદ્યોગના પાયોનિયર તરીકે ગણવામાં આવે છે. તેમના પરિવારનો દાવો છે કે ભારત દેશનું બધારણ લખાયું હતું તેમાં દ્રારકાદાસની પેનનો ઉપયોગ થયો હતો.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં નવેમ્બર ૨૦૨૪માં રાષ્ટ્પતિની ચૂંટણી યોજાવાની છે. ત્યાં ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટી વચ્ચે જ મુખ્ય મુકાબલો છે. ત્રીજી કોઈ પાર્ટીને સ્થાન નથી.