ક્તારથી ૮ પૂર્વ નૌ સૈનિકોને છોડાવવા પાછળ શાહરૂખ ખાનનો હાથ, ભાજપના નેતાનો દાવો

નવીદિલ્હી, ક્તારમાં આ પૂર્વ ભારતીય નૌસૈનિકોને પરત ફરવાને ભારતની કૂટનીતિના રૂપમાં જોઇ રહ્યાં છે અને મોદી સરકારની પ્રશંસા કરી રહ્યાં છે.એવામાં ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામી આ કામની ક્રેડિટ પીએમ મોદીને નહીં પણ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને આપી રહ્યાં છે.

૧૩ ફેબ્રુઆરીએ પીએણ નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કરી હતી અને પોતાની વિદેશ યાત્રા વિશે જાણકારી આપી હતી. પીએમ મોદીએ લખ્યુ, ’આગામી બે દિવસ હું વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સંયુક્ત અરબ અમીરાત અને ક્તારનો પ્રવાસ કરીશ, જેનાથી આ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધ મજબૂત બનશે. હું ૧૩-૧૪ ફેબ્રુઆરી સુધી ઓફિશિયલ યાત્રા પર સંયુક્ત અરબ અમીરાત અને ૧૪-૧૫ ફેબ્રુઆરી સુધી ક્તારના પ્રવાસે રહીશ. ૨૦૧૪ બાદથી આ યુએઈની મારો સાતમો અને ક્તારનો બીજો પ્રવાસ છે. છેલ્લા ૯ વર્ષમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા અને શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં યૂએઇના સાથને કારણે અમારો સહયોગ કેટલોક ગણો વધી ગયો છે. હું અબુધાબીમાં સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાનને મળવા અને અમારી વ્યાપક રણનીતિ ભાગીદારીને આગળ વધારવા પર વ્યાપક ચર્ચા કરવા માટે ઉત્સુક છું. મને તાજેતરમાં ગુજરાતમાં મહામહિમની યજમાની કરવાનું સૌભાગ્ય મળ્યું, જ્યાં તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં મુખ્ય મહેમાન હતા.

આ ટ્વીટ પર કોમેન્ટ કરતા ભાજપના સીનિયર નેતા સુબ્રમણ્મય સ્વામીએ પીએમ મોદી પર કટાક્ષ કરતા ૮ નૌસેનાના સૈનિકોની ક્તારથી પરત ફરવાની ક્રેડિટ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને આપી છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરતા કહ્યું કે મોદી પોતાની કૂટનીતિથી ક્તારમાં કઇ પણ મેળવી શક્યા નથી. નૌસેનાના પૂર્વ સૈનિકોની વાપસી માટે શાહરૂખ ખાને વાતચીત કરી છે.

ભાજપના નેતાએ ટ્વીટ કરતા લખ્યુ- પીએમ મોદીએ સુપરસ્ટાર શાહરૂખ ખાનને પોતાની સાથે ક્તાર લઇ જવા જોઇએ કારણ કે વિદેશ મંત્રાલય અને એનએસએ ક્તારના શેખોને મનાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. અંતે પીએમ મોદીએ શાહરૂખ ખાનને હસ્તક્ષેપ કરવાનો અનુરોધ કર્યો હતો અને આ રીતે આપણા નૌસેનાના અધિકારીઓને મુક્ત કરવા માટે ક્તારના શેખો સાથે એક મોંઘી સમજૂતિ કરી હતી.

શાહરૂખે દોહામાં ક્તારના વડાપ્રધાન મહામહિમ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ થાની સાથે મુલાકાત કરી હતી. એએફસી ફાઇનલમાં ભાગ લેવા દરમિયાન શાહરૂખ ખાનનું ક્તારના વડાપ્રધાને સ્વાગત કર્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે શાહરૂખ ખાનની ભારતની બહાર પણ સારી એવી ફેન ફોલોવિંગ છે.